તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સિમેન્ટ, સ્ટીલના ભાવ 50 ટકા વધશે, ક્રેડાઈ દ્વારા ગેરરિતીનો આરોપ

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિમેન્ટના કિલોદીઠ ભાવ 100-250 સુધી જ્યારે સ્ટીલના ટનદીઠ 2000થી 2500 સુધી વધ્યા

રિયાલ્ટી સંગઠન ક્રેડાઈએ મેન્યુફેક્ચરર્સ દ્વારા વેપારમાં ગેરરિતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ક્રેડાઈએ જણાવ્યુ છે કે, લોકડાઉન હોવા છતાં છેલ્લા થોડા સપ્તાહથી સિમેન્ટ અને સ્ટીલના ભાવોમાં 40થી 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરર્સ પર વેપારમાં ગેરરિતી અને પ્રાઈસ કાર્ટેલાઝેશનનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કાર્ટેલાઈઝેશન કરવામાં આવ્યુ
એસોસિએશને હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરીને આ મામલે દખલગીરી કરવા પત્ર લખ્યો છે. સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકો દ્વારા વેચાણના ભાવોમાં અચાનક વધારો કરી કાર્ટેલાઈઝેશન કરવામાં આવ્યુ છે. જેના પર આપે ધ્યાન દોરવા માગીએ છીએ. વિભિન્ન રાજ્યોમાં સિમેન્ટના કિલોદીઠ ભાવ 100-250 સુધી જ્યારે સ્ટીલના ટનદીઠ 2000થી 2500 સુધી વધ્યા છે. સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં 40થી50 ટકા સુધીનો વધારો છેલ્લા થોડા સપ્તાહથી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો