• Gujarati News
  • Business
  • CCI Cancels Agreement Between Amazon And Future Group In 2019, Imposes Fine Of Rs 200 Crore

મોટી પીછેહઠ:અમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે વર્ષ 2019માં થયેલી સમજૂતી CCIએ રદ કરી, રૂપિયા 200 કરોડનો દંડ પણ ફટકાર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • વર્ષ 2019માં અમેઝોને જે સમજૂતી અંગે મંજૂરી મેળવામાં માહિતી છૂપાવેલી તેમ જ ખોટી તથા ગેરવાજબી માહિતી રજૂ કરેલી-CCIનો દાવો

ભારતની નિયમનકાર કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ વર્ષ 2019માં ફ્યુચર ગ્રુપ સાથે અમેઝોન ડોટ કોમ દ્વારા કરવામાં આવેલી સમજૂતીને એમ કહીને રદ કરી છે કે આ સમજૂતીની માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. આ સાથે CCIએ અમેઝોનને રૂપિયા 200 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.

આ સાથે CCIએ તાજેતરમાં જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને સમીક્ષા હાથ ધરેલી અને આ સમિક્ષાની પ્રક્રિયા દરમિયાન નિયમનકારને માલુમ પડ્યું હતું કે USની ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપનીએ સમજૂતી અંગે નિયમનકારની મંજૂરી મેળવતી વખતે ગુપ્ત રાખવામાં આવી હતી.

વર્ષ 2019માં રૂપિયા 24,713 કરોડની સમજૂતી થયેલી
આ સમજૂતીને લઈ એવા સમયે વ્યાપક ચર્ચામાં આવી હતી કે જ્યારે અમેઝોને તેની 2019ની ફ્યુચર ગ્રુપ સાથેની સમજૂતી રિલાયન્સ-ફ્યુચર ગ્રુપને અટકાવશે. આ સાથે ફ્યુચર ગ્રુપ સાથે અમેઝોનની ચાલી રહેલી કાનૂની લડાઈના પરિણામ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું બની શકે છે.

રૂપિયા 200 કરોડનો દંડ ફટકારાયો
આ સાથે નિયમનકારી સંસ્થાએ અમેઝોન પર રૂપિયા 200 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. CCIએ 57 પેજના તેના આદેશમાં કહ્યું હતું કે આ સમજૂતી અંગે નવેસરથી તપાસ કરવાની જરૂર છે, વર્ષ 2019માં જે મંજૂરી આપવામાં આવી હતી તે જ્યાં સુધી આ તપાસ પુરી ન થાય ત્યાં સુધી મોકૂફ રહેશે. CCIએ તેના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે અમેઝોને સમજૂતીને લગતા વસ્તવિક સંભાવનાને છૂપી રાખી હતી અને વર્ષ 2019ની સમજૂતી માટે મંજૂરી મેળવતી વખતે ખોટા અને ગેરવાજબી નિવેદનો આપ્યા હતા.