બેન્કોએ જાન્યુઆરી 2020 કે ત્યારપછી ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા કરેલા વ્યવહાર પર વસૂલાયેલો ચાર્જ પરત કરવાનો રહેશે. સીબીડીટીએ રવિવારે પરિપત્ર બહાર પાડી બેન્કોને આ મુજબ જણાવ્યું છે. ડીજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા આ પગલું ભરાયું હોવાનું મનાય છે. ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં રૂપે પાવર ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઈ, ભીમ યુપીઆઈ ક્યુઆર કોર્ડ વગેરે સામેલ છે. ભવિષ્યમાં આ તમામ માધ્યમ દ્વારા થતા વ્યવહાર પર ચાર્જ નહીં વસૂલવા કહેવાયું છે.
જુલાઈમાં વિક્રમી 149 કરોડની લેવડ-દેવડ
એનપીસીઆઈના આંકડા મુજબ યુપીઆઈ દ્વારા ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં ડીજિટલ પેમેન્ટે વિક્રમ સર્જ્યો હતો. યુપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં 149 કરોડ લેવડ દેવડ થઈ હતી. તેનું કુલ મૂલ્ય 2.91 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે. આ અગાઉ જૂન મહિનામાં 134 કરોડ વ્યવહાર થયા હતા. તેનું મૂલ્ય 2.61 લાખ કરોડ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.