તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • There Is No Platform For Complaints Against Hospitals, The Lokpa Can Take Action On The Fault Of Insurance Companies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ ઈન્શ્યોરન્સમાં ગ્રાહકોની સમસ્યાઓ:હોસ્પિટલો સામે ફરિયાદ માટે કોઈ પ્લેટફોર્મ નથી, વીમા કંપનીઓની ભૂલ પર કાર્યવાહી કરી શકે છે લોકપાલ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં ટીપીએ અને નેટવર્ક હોસ્પિટલોની સંખ્યા ઘણી ઓછી છે
  • ઓમ્બુડ્સમેન કાઉન્સિલર કે મિડિએટરની ભૂમિકામાં હોય છે

હાલ કોરોનાના કારણે દર્દીઓથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. આવા સંજોગોમાં ઘણી ફરિયાદ આવી રહી છે કે હોસ્પિટલ કેશલેસ સુવિધા આપી રહી નથી. જોકે હોસ્પિટલના આ વલણ કે ભૂલ માટે વીમા કંપનીઓ જવાબદાર નથી. કારણ કે હોસ્પિટલ પર કાર્યવાહી કરવા માટે આપણા દેશમાં કોઈ રેગ્યુલેટર નથી. વીમા કંપનીઓ પર કાર્યવાહી માટે તો રેગ્યુલેટર પણ છે.

પહેલા વાત કરીએ હોસ્પિટલ અને વીમા કંપનીઓના સંબંધોની
વીમા કંપની જે તમને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલીસ ઈસ્યુ કરે છે, આ અંતર્ગત તમે એ જ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર કરાવી શકો છોે, જેમની સાથે હોસ્પિટલ
ઈમ્પેનલ્ડ છે એટલે કે જોડાયેલી છે. આ ઈમ્પેનલ્ડનો અર્થ થાય છે કે વીમ કંપનીઓની સાથે હોસ્પિટલનો એક એગ્રીમેન્ટ થાય છે. તેને નેટવર્ક હોસ્પિટલ પણ
કહેવામાં આવે છે. હોસ્પિટલ અને વીમા કંપનીઓની વચ્ચે એક થર્ડ પાર્ટી હોય છે, જેને ટીપીએ કહે છે. તમારો જે પણ દાવો હશે, એ આ થર્ડ પાર્ટી દ્વારા
આપવામાં આવે છે.

નેટવર્ક હોસ્પિટલ અને વગર નેટવર્કની હોસ્પિટલમાં શું તફાવત છે
નેટવર્ક હોસ્પિટલમાં તમે દાખલ થાવ છો, તો અહીં કેશલેસ સારવારની સુવિધા હોય છે. સાથે જ તમામ ખર્ચ પહેલેથી નક્કી હોય છે. એટલે કે કઈ દવા
કેટલામાં છે, અથવા તો કોનો કેટલો ખર્ચ આવશે, આ બધુ નક્કી હોય છે. જો તમે નેટવર્ક વગરની હોસ્ટિલમાં જાવ છો તો તમારે પહેલા પૈસા આપવા પડે છે,
પછીથી વીમા કંપની તમને એ પૈસા પરત કરે છે.

જો હોસ્પિટલ વધુ બિલ વસુલે તો શું થશે
નેટવર્ક હોસ્પિટલમાં વધુ બિલ વસુલવાની શકયતા ઓછી રહે છે. જોકે નેટવર્ક વગરની હોસ્પિટલ તમારી પાસેથી વધુ બિલ વસુલશે તો વીમા કંપની એ
રકમને બાદ કરીને તમને બિલની ચૂકવણી કરશે. નેટવર્ક હોસ્પિટલ પણ વધુ પૈસા વસુલે તો પણ વીમા કંપનીઓનો કોઈ અધિકાર નથી કે તે કોઈ એક્શન લે.
હોસ્પિટલ કેટલા પૈસા વસુલે છે, તેના માટે તમે કોઈ ફરિયાદ વીમા કંપની કે રેગ્યુલેટરની પાસે કરી શકતા નથી.

શું તમે વીમા કંપનીઓની પાસે ફરિયાદ કરી શકો છો?
વીમા કંપનીઓની પાસે તમે એ જ ફરિયાદ કરી શકો છો. એટલે કે તમને પૈસા મળી રહ્યાં નથી, વીમા કંપનીઓ કઈક અલગ કહી રહી છે કે પછી વીમા કંપની
તમારા દાવાઓને માની રહી નથી, તો તમે વીમા કંપનીની વિરુદ્ધ
ઓમ્બુડ્સમેન એટલે કે લોકપાલની પાસે જઈ શકો છો.

હોસ્પિટલ વધુ ચાર્જ લે અથવા તો ના પાડી દે તો શું થશે
તેના માટે આપણા દેશમાં કોઈ રેગ્યુલેટર નથી. હાલની સ્થિતિમાં તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઈ પડી છે. જે પણ નેટવર્ક હોસ્પિટલ હોય છે તે
મોટી હોય છે. એવામાં તમને ત્યાં જગ્યા મળવી મુશ્કેલે છે. આ કારણે લોકો નાની હોસ્પિટલમાં જઈ રહ્યાં છે. જ્યાં વીમા કંપનીઓનું નેટવર્ક નથી અને ત્યાં
પૈસા પહેલા જમા લેવામાં આવે છે.

ઓમ્બુડ્સમેન શું કરશે
વીમા લોકોપાલને તમે હોસ્પિટલની વિરુદ્ધ ફરિયાદ કરો છો તો તે તમારી ફરિયાદને સરકારની પાસે મોકલશે. હવે આ અંગે કાર્યવાહી કરવી કે કેમ તે પણ
સરકારના હાથમાં છે. ઓમ્બુડ્સમેન એક કાઉન્સિલર કે મિડિએટરની ભૂમિકામાં હોય છે. જોકે આટલી બધી ફરિયાદો પર કાર્યવાહી કરવી પણ મુશ્કેલ છે.
વીમા લોકપાલની પાસે હોસ્પિટલની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી. ઈરડાએ પણ એ વાત કહી છે કે તમામ હોસ્પિટલો કેશલેસ સુવિધા આપે.
જોકે હોસ્પિટલો આ સુવિધા નહિ આપે તો ઈરડા પણ કઈ જ નહિ કરી શકે.

શું ઓમ્બુડ્સમેનની પાસે ફરિયાદ આવી રહી છે?
ઈરડાની ગાઈડલાન્સ બે દિવસ જ પહેલા જ આવી છે. સાથે જ લોકો કોરોનાના માહોલમાં પહેલા જીવ બચાવવાનું વિચારી રહ્યાં છે. આ કારણે આ પ્રકારની
ફરિયાદ અત્યાર સુધી ઓમ્બુડ્સમેનની પાસે આવી રહી નથી. બની શકે કે આ પ્રકારની ફરિયાદો આગામી એક-બે સપ્તાહ પછી આવે તો તેની પર કાર્યવાહી
કરવામાં આવે.

દેશમાં ટીપીએ અને નેટવર્ક હોસ્પિટલની સંખ્યા ઘણી ઓછી છે. સાથે જ હેલ્થ ઈન્શ્યોરન્સ લેનારાઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. આમ તો 30-40 કરોડ લોકોની પાસે દેશમાં હેલ્થ ઈન્શ્યોરન્સ છે પરંતુ તેમાંથી મોટાભાગના લોકો કંપનીઓની હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત કવર થયેલા છે. એવામાં કોરોનાના જે દર્દીઓ આવી રહ્યાં છે, તેમાંથી ઘણા લોકોની પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો