ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશને જણાવ્યું છે કે જુલાઈમાં દેશના 75 જિલ્લાઓમાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ (DBUs) શરૂ કરવામાં આવશે. બેન્ક બઝારા.કોમના આદિલ શેટ્ટીએ આ મુદ્દે વાત કરી હતી.આવો જાણીએ DBU વિશે…
કોમર્શિયલ બેન્કો, જે પહેલાંથી જ ડીજીટલ બેન્કિંગ કરી રહી છે, તે હવે ડીજીટલ બેન્ક યુનિટ્સ પણ ચલાવી શકશે. આ બેન્કો ડિજિટલ હશે, એટલે કે, આ યુનિટ્સમાં તમામ સેવાઓ સંપૂર્ણપણે ડિજિટલ હશે.
આ યુનિટ્સ સામાન્ય બેન્ક શાખાઓ કરતાં અલગ હશે. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર, આ યુનિટ્સ એ બચત અને ચાલુ ખાતા, ફિક્સ અને રિકરિંગ ડિપોઝિટ, મેટ્રો અને ટ્રાન્ઝિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, લોન, ભીમ ક્યૂઆર કોડ જેવી સેવાઓ પ્રદાન કરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ પર જે પણ વસ્તુઓ કરી શકો છો, તે તમામ સેવા આ પ્લેટફોર્મ પરથી પણ મેળવી શકશો. મહત્વની વાત એ છે કે અહીં કોઈ રોકડ કામ થશે નહીં.
તે ટિયર-1 થી ટાયર-6 એટલે કે મેટ્રો શહેરોથી નાના શહેરો સુધી ઉપલબ્ધ રહેશે. આની સ્થાપના માટે બેન્કોએ રિઝર્વ બેન્કની અલગથી પરવાનગી લેવાની રહેશે નહીં.
ગ્રાહકોને શું ફાયદો?
ડિજિટલ બેન્કિંગના લાભો અત્યાર સુધીમાં લગભગ 200 મિલિયન ભારતીયો સુધી પહોંચ્યા છે. કરોડો નાગરિકો હજુ પણ ડિજિટલ બેન્કિંગ સિસ્ટમથી વંચિત છે. તેઓ ડીબીયુમાંથી ડિજિટલ બેન્કિંગ સેવાઓનો લાભ પણ લઈ શકશે. ડિજિટલના કારણે ગ્રાહકોને સૌથી વધુ ફાયદો જોવા મળશે.
ડિજિટલ બેન્કિંગથી અર્થતંત્રને શું ફાયદો થશે?
આશા છે કે બેન્કો હવે ભારતના એવા ખૂણા સુધી પહોંચશે જ્યાં શાખાઓ સ્થાપવી મુશ્કેલ હતી. ગ્રાહકોને સેવાઓ ડિજિટલી આપવામાં આવશે. બેન્કો તેમના વ્યવસાયમાં વધારો કરી શકશે. ભારતીય ફિનટેક કંપનીઓ માટે તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરવાની પણ આ એક શ્રેષ્ઠ તક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.