ટ્રેન્ડ:બેન્ટલી, પોર્શે જેવી કાર કંપનીઓ હવે વૈભવી ઘર પણ વેચી રહી છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓનું નવું બિઝનેસ મોડલ, 10થી 500 કરોડનાં ઘર

લક્ઝુરિયસ કાર કંપનીઓ હવે ઘર પણ વેચવા લાગી છે. સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગશે પણ અમેરિકાની લક્ઝુરિયસ કાર કંપનીઓનું આ નવું બિઝનેસ મોડલ સ્થાપિત થઇ ગયું છે. પોર્શે, બેન્ટલી અને એસ્ટોન માર્ટિન જેવી લક્ઝુરિયસ કાર કંપનીઓ મિયામી નદીથી લઈને બિસ્કેયન બે(જ્યાં નદી સમુદ્રમાં ભળે છે) સુધી અબજપતિઓના રહેવા અને રજા માણવા માટે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપ કરી રહી છે.

પોર્શેએ 2017માં ડિઝાઈનર ટાવર લોન્ચ કર્યા હતા. બેન્ટલીનો લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ 2026માં પૂરો થશે. ચાલુ વર્ષના અંતે એસ્ટોન માર્ટિનનો 66 માળના પાણીના જહાજ જેવા મોડેલમાં બની રહેલો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ પૂરો થઇ જશે.

તેમાં અમુક પસંદગીનાં ઘર ખરીદવા પર કંપની કાર પણ મફત આપી રહી છે. તેમાં 390 ઘર વેચાણમાં છે. એક ઘરની કિંમત 10 કરોડ રૂ.થી શરૂ થાય છે જે 500 કરોડ રૂ. સુધી જાય છે. 15મા માળથી ઉપરના 38 એપાર્ટમેન્ટમાંથી કોઈ પણ એપાર્ટમેન્ટ ખરીદવા પર 4 કરોડ રૂ.ની એસ્ટન માર્ટિન ડીબી-1 કૂપ કે ડીએસ એસયુવી સ્પેશિયલ લિમિટેડ એડિશન મફત મળશે. 60થી 63મા માળ સુધી ફક્ત એક ટ્રોફી પેન્ટહાઉસ બની રહ્યું છે જે 20 હજાર ચો.ફૂટનું છે. તે 500 કરોડ રૂ.નું છે. તેને ખરીદતા કંપની એસ્ટોન માર્ટિન વલ્કન મોડલની 17મી કાર આપી રહી છે. આ મોડેલની ફક્ત 24 જ કાર છે.

125 વર્ષ જૂની રિયલ એસ્ટેટ કંપની નાઇટ ફ્રેન્કના ભારતના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગુલામ જિયાએ કહ્યું કે લક્ઝુરિયસ ઘરનું માર્કેટ મુંબઈ, દિલ્હી સુધી મર્યાદિત નથી. ટિયર-2 શહેરોમાં માગ વધી રહી છે. કોરોનાના દોર પછી તેમાં તેજી આવી છે.

એશિયામાં બ્રાન્ડેડ ઘરનો વધુ ભાવ
નાઈટ ફ્રેન્કના પાર્ટનર એલેક્ઝાન્ડર લેવિસે કહ્યું કે દુનિયાભરમાં બ્રાન્ડેડ પ્રોપર્ટીના 39% ગ્રાહકો મનપસંદ ઘર માટે કિંમતથી વધુ ભાવ ચૂકવે છે. જોકે એશિયામાં આ સરેરાશ 43 ટકાવારી થઈ ગઈ છે. એટલા માટે તમામ બ્રાન્ડેડ પ્રોપર્ટી કંપનીઓ હવે ચીન અને ભારત જેવા દેશો પર ફોકસ વધારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...