માઈક્રોસોફટે કેન્ડીક્રશ વીડિયો ગેમ બનાવનારી કંપની એક્ટિવિઝન બ્લિજાર્ડને 68.7 અબજ ડોલર(5.14 લાખ કરોડ રૂપિયા)માં ખરીદવાનો નિર્ણય લીધો છે. આ માઈક્રોસોફટના 46 વર્ષના ઈતિહાસનું સૌથી મોટુ ટેકઓવર હશે. માઈક્રોસોફટ Xbox જેવા પોપ્યુલર ગેમિંગ કન્સોલનું પણ ઓનર છે.
એક્ટિવિઝન બ્લિજાર્ડની ગેમ લાઈનઅપમાં કોલ ઓફ ડ્યુટી, કેન્ડી ક્રશ, વોરક્રાફટ, ડિયોબ્લો, ઓવરવોચ અને હાર્થસ્ટોન સામેલ છે. માઈક્રોસોફટના જણાવ્યા અનુસાર, આ ડીલ મોબાઈલ, PC, કન્સોલ અને ક્લાઉડ પર તેના ગેમિંગ બિઝનેસના ગ્રોથમાં તેજી લાવશે અને મેટાવર્સ માટે બ્લિડંગ બ્લોક્સ પણ પ્રોવાઈડ કરશે.
આ ડીલથી માઈક્રોસોફટને એક્ટિવિઝનના લગભગ 40 કરોડ મંથલી ગેમિંગ યુઝર્સ મળશે. તેની સાથે જ વિશ્વની કેટલીક સૌથી લોકપ્રિય ગેમ્સ પર તેનો અધિકાર થશે. માઈક્રોસોફટ અને એક્ટિવિઝવનના જોડાણથી આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં પણ ઈનોવેશનની શક્યતા છે.
ડીલ પછી માઈક્રોસોફટ રેવન્યુના મામલામાં પણ ચીનની ટેંસેંટ અને સોની પછીની વિશ્વની ત્રીજી સૌથી મોટી ગેમિંગ કંપની બની જશે. ડીલની 30 જૂન સુધી ક્લોઝ થવાની શક્યતા છે. આ સોદાને નેક્સટ જનરેશન ઈન્ટરનેટ, એટલે કે મેટાવર્સમાં દબદબો કાયમ કરવાની દિશામાં માઈક્રોસોફટનું મોટું પગલું ગણવામાં આવે છે.
95 ડોલર/શેરના હિસાબથી પેમેન્ટ કરશે માઈક્રોસોફટ
ડીલની જાહેરાત પછી એક્ટિવિઝન બ્લિજાર્ડના શેરમાં તેજી જોવા મળી રહી છે. મંગળવારે શેર 26 ટકા વધી 82.31 ડોલરે પહોંચી ગયો. ડીલ અંતર્ગત મોઈક્રોસોફ્ટ 45 ટકા પ્રીમિયમ પર 95 ડોલર/શેરના હિસાબથી એક્ટિવિઝનને પેમેન્ટ કરશે.
એક્ટિવિઝન બ્લિજાર્ડના CEO તરીકે રહેશે બોબી કોટક
માઈક્રોસોફટે કહ્યું કે ડીલ પછી પણ બોબી કોટિક એક્ટિવિઝન બ્લિજાર્ડના CEO તરીકે ચાલુ રહેશે. તે ફિલ સ્પેન્સરન રિપોર્ટ કરશે. તાજેતરમાં જ તેમને માઈક્રોસોફટના CEO બનાવવામાં આવ્યા છે.
કંપની પર યૌન ઉત્પીડન અને ભેદભાવનો આરોપ
એક્ટિવિઝન બ્લિજાર્ડ પર મહિલાઓની સાથે યૌન ઉત્પીડન અને ભેદભાવ કરવાનો આરોપ લાગ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે કંપની ફ્રૈટ બોય કલ્ચરને પ્રોત્સાહન આપે છે. ફ્રૈટ બોયનો અર્થ મહિલાઓને નીચી દેખાડવી અને તેમની સાથે ભેદભાવ કરવો એમ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.