આશાવાદ:2030 સુધીમાં દેશમાં વીજ ઉત્પાદન 820 GW આંબશે

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં વર્ષ 2030 સુધીમાં નોન ફોસિલ બળતણ સ્ત્રોતમાંથી 500 ગીગાવોટ્સ સાથે કુલ વીજ ઉત્પાદન 820 ગીગાવોટ્સ સુધી પહોંચશે તેવો આશાવાદ કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંઘે વ્યક્ત કર્યો હતો.

એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ લોન્ચિંગ પ્રસંગે સિંઘે જણાવ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં કુલ વીજ ઉત્પાદન વધીને 820 GW સુધી પહોંચશે. જેમાંથી 500 GWનું ઉત્પાદન બિન-અશ્મિભૂત બળતણ સ્ત્રોતમાંથી કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી માટે ભારતે સ્ટોરેજ ક્ષમતાને વધારી છે તેમજ સ્ટોરેજ માટે સરકારે સૌથી મોટી બિડ પ્રોસેસ આદરી છે અને વોલ્યુમને વધારીને સરકાર સ્ટોરેજના ખર્ચને ઘટાડવા માટે પણ પ્રતિબદ્વ છે.

તે ઉપરાંત તેમણે ભારતની એનર્જી ટ્રાન્ઝિશન માટેની પ્રતિબદ્વતા પર પણ ભાર મૂક્યો હતો. TERIએ મહત્વાકાંક્ષી ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યાંકને હાંસલ કરવા માટેના શક્ય એવા માર્ગોનો રોડમેપ દર્શાવતો એક રીપોર્ટ લોન્ચ કર્યો છે. વર્ષ 2030ના લક્ષ્યને સિદ્વ કરવા માટેની નીતિઓ અને ટેક્નોલોજીની ભૂમિકા ઉપરાંત TERIના રોડમેપમાં સ્ટોરેજ પ્લાન્ટ અને સોલર જનરેશન માટે રાજ્ય સ્તરે લીડરશીપ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

TERIના ડાયરેક્ટર જનરલ વિભા ધવને જણાવ્યું હતું કે, ભારતમાં નીતિ યોગ્ય છે, પરંતુ સાથે સાથે ગ્રીડમાં સ્થિરતા અને લવચિકતા માટે આપણે નવા એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ-ટેક્નો.ને અપનાવવાની જરૂરીયાત છે. નવી ટેક્નોલોજીમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ રોકાણ કરવા માટે ભાગીદારી કરવાની પણ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...