એસબીઆઈના ઇકોરેપ રિપોર્ટમાં દાવો:વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી પૂરી થયા બાદ ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેત મળી રહ્યા છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ઇકોરેપ રિપોર્ટમાં દાવો કરાયો છે કે વર્ષ 2029 સુધી ભારત વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. તે વર્ષ 2014 બાદ 7 નંબર સુધી ઉપર તરફ છલાંગ લગાવશે. વર્ષ 2014માં ભારતીય અર્થવ્યવસ્થા 10માં ક્રમાંકે હતું.

વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ભારતે બ્રિટનને માત આપી | બીજી તરફ બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે બ્રિટનને પછાડીને ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આ સાથે જ બ્રિટન એક ક્રમ સરકીને છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગયું છે. એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 11માં ક્રમાંકે હતું, જ્યારે બ્રિટન પાંચમાં સ્થાને હતું.

પહેલા ક્વાર્ટરમાં 13.5 ટકાનો જીડીપી ગ્રોથ રેટ
એસબીઆઇના ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ નાણાકીય વર્ષ (2022-23)ના પહેલા ક્વાર્ટરમાં 13.5 ટકા રહ્યો હતો. જો આ જ ગતિ ચાલુ રહેશે તો આ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી ગતિએ આગેકૂચ કરતી અર્થવ્યવસ્થા બની જશે.

ભારત માટે 6-6.5 ટકાની વૃદ્વિ ‘ન્યૂ નોર્મલ’
નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતના જીડીપી ગ્રોથ રેટનું અનુમાન વર્તમાનમાં 6.7 ટકાથી 7.7 ટકા સુધી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયામાં અનિશ્વિતતાઓ વચ્ચે અમારી ધારણા અનુસાર 6 થી 6.5 ટકા વૃદ્વિદર ભારત માટે ‘ન્યૂ નોર્મલ’ રહેશે.

અન્ય સમાચારો પણ છે...