તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EDની કાર્યવાહી:ફ્રાન્સમાં માલ્યાની 14.36 કરોડની સંપત્તિ એટેચ કરી, અત્યાર સુધીમાં 11,231 કરોડની સંપત્તિ જપ્ત થઈ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇડીએ 10 હજાર કરોડની બેન્ક લોનના ડિફોલ્ટર અને કિંગફિશર એર લાઈનના સીઇઓ વિજય માલ્યાની ફ્રાન્સમાં આવેલી 14.36 કરોડની સંપત્તિ એટેચ કરી છે. એજન્સીના પગલાને કારણે ફ્રાન્સના અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં માલ્યાની 11231 કરોડની સંપત્તિ એટેચ થઈ ચૂકી છે. 2016માં ભારત છોડ્યા બાદ માલ્યા બ્રિટનમાં રહે છે અને તેની સામે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે.

EDએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તપાસમાં ખુલાસો થયો હતો કે સંપત્તિના નિર્માણ માટે કિંગફિશર એરલાયન્સ લિમિટેડના બેન્ક ખાતામાં એક મોટી રકમ વિદેશમાં મોકલાઈ હતી. જપ્ત કરાયેલી સંપત્તિ ફ્રાન્સના 32 એવેન્યૂ એફઓસીએચમાં છે. જોકે, કિંગ ફિશર ઘણા સમય પહેલા બંધ થઈ ગઈ છે. EDએ કહ્યું હતું કે ફ્રાન્સના અધિકારીઓના કહેવાથી કાર્યવાહી કરાઈ છે.

9 હજાર કરોડ રૂપિયા બાકી
જણાવી દઈએ કે વિજય માલ્યા બેન્કોની 9 હજાર કરોડની લોન લઈને ફરાર છે. જો કે તેણે વારંવાર સરકારને અપીલ કરી છે કે સરકાર મામલાને ખતમ કરે અને પૈલા લઈ લે. પરંતુ સરકારે માલ્યાની અપીલને ફગાવી દીધી છે. માલ્યા માર્ચ 2016થી બ્રિટનમાં છે. તે 18 એપ્રિલ 2017થી સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા 3 વર્ષ પહેલાના પ્રત્યાર્પણ વોરન્ટના જામીન પર છે.

ભારત સતત દબાણ કરી રહ્યું છે
બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં માલ્યાની હાર પછી ભારત સતત બ્રિટન પર માલ્યાના પ્રત્યાર્પણને લઈને દબાણ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા જ્યારે લંડનના પ્રવાસે હતા ત્યારે ભારતે માલ્યા અને નીરવ મોદીના ઝડપી પત્યાર્પણની વાત બ્રિટન સરકારને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો