સતત વૃદ્ધિ:બિઝનેસ એક્ટિવિટી પ્રથમ વખત પ્રિ-કોવિડ સ્તરે પહોંચી : અહેવાલ

મુંબઇ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021-22માં જીડીપી વાસ્તવિક ધોરણે 10.4% સુધી વધવાની ધારણા

માર્ચ 2020માં કોરોના મહામારીની શરૂઆત થયા બાદ સૌ પ્રથમ વખત બિઝનેસ એક્ટિવિટી પ્રિ-કોવિડ સ્તર પર પહોંચી છે. છેલ્લા બે સપ્તાહથી સતત વધારો જોવા મળી રહ્યો છે. જાપાનીઝ બ્રોકરેજ ફર્મ નોમુરા ઇન્ડિયાના બિઝનેસ રિઝમ્પ્શન ઇન્ડેક્સ (NIBRI)ના અહેવાલ અનુસાર 15 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વધીને 101.2 આંબી ગઇ છે જે અગાઉના સપ્તાહમાં 99.6ના સ્તર પર હતી. ગત વર્ષે એપ્રિલમાં લૉકડાઉનના કારણે બિઝનેસ પ્રવૃતિઓ સાવ તળિયે બેસી ગયા બાદ અત્યારે માર્ચ 2020 ના પૂર્વ-કોવિડના સ્તરની નજીક પહોંચી છે.

“બીજી લહેર બાદ પુનપ્રાપ્તિ ખૂબ જ ઝડપી રહી છે: NIBRI ને COVID-19 ની પ્રથમ લહેર પછી 100ના લેવલ તરફ પાછા ફરવામાં સરેરાશ 10 મહિના લાગ્યા, પરંતુ બીજી લહેર પછી 100 ને ક્રોસ કરવામાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય લીધો હોવાનું” બ્રોકરેજ ફર્મએ જણાવ્યું હતું. NIBRIના મતે જુલાઈ-ઓગસ્ટ દરમિયાનમાં સતત વૃદ્ધિ સૂચવે છે કે ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત પુનરાગમન થવાની સંભાવના છે.

જોકે, તેઓએ ચેતવણી આપી હતી કે અર્થતંત્ર હજી કોરોના મહામારીમાંથી સંપૂર્ણ બહાર નથી. તે અપેક્ષા રાખે છે કે જૂન ક્વાર્ટર જીડીપી ગ્રોથ ક્રમિક રીતે 4.3 ટકા પર રહી શકે પરંતુ વાર્ષિક ધોરણે 29.4 ટકા વૃદ્ધિ સાધશે. 2021-22માં જીડીપી વાસ્તવિક દ્રષ્ટિએ 10.4 ટકા સુધી વધવાની ધારણા છે, જે અગાઉના વર્ષમાં 7.3 ટકા રહ્યો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ગૂગલ ગતિશીલતા ઇન્ડેક્સએ કાર્યસ્થળ અને રિટેલ-રિક્રિએશન ઇન્ડેક્સમાં અનુક્રમે 1.7 ટકા (પીપી) અને 3.4 પીપીનો વધારો થયો છે જ્યારે એપલ ડ્રાઇવિંગ ઇન્ડેક્સ ઘટી 0.8 પીપી રહ્યો છે. પાવર ડિમાન્ડ અગાઉના સપ્તાહની સરખામણીમાં 5.7 ટકા વધી છે જ્યારે લેબર ભાગીદારી દર 41.5 ટકાથી ઘટીને 40.4 ટકા થયો છે.

પાયાના સેક્ટર્સમાં પોઝિટિવ ગ્રોથ નોંધાયો
કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ મહામારી સામે વેપાર પ્રવૃતિઓને વેગ આપવા માટે સમયાંતરે રાહત પેકેજની જાહેરાત કરી હતી જેની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. દેશના પાયાના સેક્ટર્સ પાવર, માઇનિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, રિયાલ્ટી, સિમેન્ટ-સ્ટીલ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પ્રિ-કોવિડ સ્તરની નજીક પહોંચવા સાથે અમુક સેક્ટર તેનાથી વધુ વધી ચૂક્યા હોવાનું એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...