• Gujarati News
  • Business
  • Bus Service 10 12 Per Cent More Expensive As Fuel Becomes More Expensive, But Demand Increases: Prakash Sangam

સપ્તાહનો ખાસ ઇન્ટરવ્યૂ:ઈંધણ મોંઘા થતાં બસ સર્વિસ 10-12 ટકા મોંઘી, પરંતુ માગ વધીઃ પ્રકાશ સંગમ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ભીમસિંહ
  • કૉપી લિંક
પ્રકાશ સંગમ, CEO, રેડબસ - Divya Bhaskar
પ્રકાશ સંગમ, CEO, રેડબસ

કોવિડ મહામારીમાં લાગુ પ્રતિબંધોથી હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયા હતા. હવે આ સેક્ટરનો બિઝનેસ ઝડપથી પાટા પર આવી રહ્યો છે. બસ સેવા પણ તેમાં સામેલ છે. રેડબસના સીઈઓ પ્રકાશ સંગમે જણાવ્યું હતું કે, ઓનલાઈન બસ ટિકિટિંગ સેવા પર મોંઘવારીની અસર છતાં માંગ વધી રહી છે. તેમની સાથેની દૈનિક ભાસ્કરની વાતચીતના મુખ્ય અંશો...

દિવ્ય ભાસ્કરઃ દેશમાં ઓનલાઈન બસ ટિકિટિંગ સર્વિસિઝનું બજાર કેટલું મોટું છે? શું તે પ્રિ-કોવિડ લેવલ પર આવી ગયો છે?
જવાબઃ હાલમાં દરરોજ લગભગ 20 લાખ સીટો ઓનલાઈન ઉપલબ્ધ છે. તેમાંથી 50-60 ટકા સુધીનું બુકિંગ થાય છે. બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પ્રિ-કોવિડ કરતાં વધુ બસો ઉપલબ્ધ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં અઢી ગણી વધુ બસો ઓનલાઈન ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કરઃ છેલ્લા ત્રિમાસિકમાં બસ ટિકિટિંગ સર્વિસિઝનો ગ્રોથ કેવો રહ્યો છે? આગામી ત્રિમાસિકમાં તમે કેટલી વૃદ્ધિ જોશો?
જવાબઃ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અમારી બિઝનેસ રિકવરી લગભગ 75% હતી. માર્ચમાં, તે પ્રિ-કોવિડ સ્તરની સામે 80-82% પર પહોંચ્યો હતો. અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી ત્રિમાસિકમાં બિઝનેસ પ્રિ-કોવિડ લેવલથી વધશે.

દિવ્ય ભાસ્કરઃ શું ઈંધણના ખર્ચની બસ સેવા ઉદ્યોગ પર કોઈ અસર જોવા મળી રહી છે?
જવાબઃ મોંઘા ઈંધણને કારણે કિંમતોમાં 10-12%નો વધારો થયો છે, પરંતુ માંગ પર ખાસ અસર થઈ નથી કારણ કે લોકોને લાંબા સમય પછી ફરવાની તક મળી છે.

દિવ્ય ભાસ્કરઃ તમે તાજેતરમાં જ રેડરેલ લોન્ચ કરી છે. આ પાછળની રણનીતિ શું હતી?
જવાબઃ દેશમાં લગભગ 75,000 રેલવે સ્ટેશન છે અને હાલમાં 85% ટ્રેનોનું બુકિંગ ઓનલાઈન થાય છે. અમને સમજાયું કે ઘણા લોકો જેઓ બસમાં મુસાફરી કરે છે તેઓ ટ્રેનમાં પણ મુસાફરી કરે છે. અમે એક વિશાળ બિઝનેસ તક જોઈ રહ્યા છે. એટલા માટે રેડરેલ લોન્ચ કરી, જે એકદમ સસ્તી સેવા છે. મતલબ કે આ એપ એકદમ સામાન્ય સ્માર્ટફોનથી નબળા નેટવર્કવાળા વિસ્તારોમાં પણ ચાલશે. તે નજીકનું રેલ્વે સ્ટેશન કેટલું દૂર છે તેની પણ માહિતી આપે છે.

દિવ્ય ભાસ્કરઃ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં આગામી ગ્રોથ કેવો છો?
જવાબઃ કોવિડ મહામારી દરમિયાન પ્રવાસ ઉદ્યોગને ખૂબ જ અસર થઈ હતી. હવે સ્થિતિ લગભગ સામાન્ય થઈ ગઈ છે. પ્રવાસન શરૂ થયું છે. થોડા દિવસો બાદ શાળા-કોલેજોમાં વેકેશન શરૂ થતાં આગામી સમયમાં ઉદ્યોગ ઝડપથી બાઉન્સ બેક કરશે.

અન્ય સમાચારો પણ છે...