તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બર્ગરકિંગનો આઇપીઓ બીજા દિવસના અંતે કુલ 9.38 ગણો છલકાઇ ગયો હતો. તે પૈકી રિટેલ પોર્શન 37.84 ગણો, ક્યૂઆઇબી 2.27 ગણો અને એનઆઇઆઇ પોર્શન 2.70 ગણો ભરાયો હતો. બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 59-60ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 6 કરોડ શેર્સના આઇપીઓ સાથે તા. 2જી ડિસેમ્બરથી મૂડીબજારમાં પ્રવેશી છે. ઇશ્યૂ તા. 4થી ડિસેમ્બરે (આજે) બંધ થશે.
અમેરીકા સ્થિત હેમ્બર્ગર ફાસ્ટફુડ રેસ્ટોરન્ટ ચેઇનની પેટા કંપની બર્ગર કીંગ ઇન્ડિયાનો ઇશ્યૂ કેલેન્ડર વર્ષ 2020માં છઠ્ઠો એવો ઇશ્યૂ છે કે જે પહેલાં દિવસે જ સંપુર્ણ ભરાઇ ગયો હોય. રૂ. 810 કરોડની ઓફર સાથેનો ઇશ્યૂ પહેલાં દિવસે જ કુલ 3.13 ગણો છલકાઇ ગયો હતો. જ્યારે રિટેલ પોર્શનમાં પ્રથમ દિવસે જ 15.54 ગણો સૌથી છલકાયેલો ઇશ્યૂ બર્ગર કીંગ રહ્યો છે. આઇપીઓમાં ઇન્વેસ્ટ કરવા માટે ચાલુ વર્ષે આશરે 50 લાખથી વધુ ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. રેસ્ટોરાંની સંખ્યાને આધારે ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી ઇન્ટરનેશનલ QSR ચેઇન પૈકીની એક ગણાતી કંપની કુલ રૂ. 810 કરોડનો ઇશ્યૂ યોજી રહી છે. ન્યૂનતમ 250 અને ત્યારપછી 250 શેર્સના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.
પ્રાઇસ બેન્ડ | રૂ. 59થી 60 |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 810 કરોડ |
ઇશ્યૂ બંધ થશે | 4 ડિસેમ્બરે |
શેર્સ લિસ્ટિંગ | BSE, NSE |
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.