તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:બેઝ મેટલ્સમાં તેજીનો માહોલ, ક્રૂડ $ 40 ક્રોસ

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર 1,81,570 સોદામાં રૂ. 12,907.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.441 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.7૩9 ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ તથા એનર્જીમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા.

કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 4,750 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા. કપાસ, સીપીઓ અને મેન્થા તેલમાં પણ સાર્વત્રિક સુધારાનો સંચાર થયો હતો. એનર્જી સેગમેન્ટમાં કુલ 66766 સોદાઓમાં રૂ. 2464.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. 27૩8 ખૂલી, ઊપરમાં રૂ. 2798 અને વધીને રૂ. 2785 બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1988 સોદાઓમાં કુલ રૂ. 219.49 કરોડનાં કામકાજ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...