તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • BSE Ranks Second Among 15 Leading Stock Markets In The World, Surpassing Canada And Saudi Arabia In Terms Of Market Cap

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેસ્ટ રિટર્નવાળાં માર્કેટ:વિશ્વનાં 15 અગ્રણી શેરબજારોમાં BSE બીજા નંબરે, માર્કેટ કેપની રીતે કેનેડા અને સાઉદી અરબને પાછળ છોડ્યું

મુંબઈએક મહિનો પહેલા

ઘરેલુ શેરબજારે આ વર્ષે 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં રોકાણકારોને લગભગ 6.94 ટકા રિટર્ન આપ્યું છે. એ રીતે એ વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યું છે. વિશ્વનાં અગ્રણી 15 બજારોના લિસ્ટમાં હોન્ગકોન્ગ ટોપ પર છે. આ દરમિયાન અત્યારસુધી 8 ટકાનું રિટર્ન આપ્યું છે. બીજી તરફ, માર્કેટ કેપની વાત કરવામાં આવે તો ભારતે આ બાબતમાં કેનેડાને પાછળ છોડી દીધું છે અને એ સાતમા નંબરે પહોંચી ગયું છે. એણે 11 મહિનામાં બીજી વખત કેનેડાને પાછળ પાડ્યું છે.

શુક્રવારે ભારતની માર્કેટ કેપ 2.7 લાખ કરોડ ડોલર રહી. એ જર્મની અને સાઉદી અરબથી મોટું બજાર થઈ ગયું છે. આશા છે કે ભારત ઝડપથી છઠ્ઠા નંબર પર રહેલા ફ્રાન્સને પાછળ છોડી દેશે, જેની માર્કેટ કેપ 2.86 લાખ કરોડ ડોલર છે.

ભારતીય બજારમાં રેકોર્ડ તેજી
8 ફેબ્રુઆરીએ શેરમાર્કેટ સતત 6 દિવસ સુધી વધારા સાથે બંધ થયું છે. 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સેન્સેક્સ 51 હજાર અને નિફ્ટી 15 હજારના રેકોર્ડ સ્તરને વટાવી ગયો છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ વધીને 203 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. બજેટ પહેલાં સતત 6 દિવસ સુધી બજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.

બજારમાં આગળ પણ વધારાની શકયતા
માર્કેટ એનાલિસ્ટના જણાવ્યા મુજબ, આવનારા ત્રિમાસિકમાં ભારતની અર્થવ્યવસ્થા સુધરશે. શેરમાર્કેટમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે. એનાથી માર્કેટની સાઈઝ પણ વધશે. જોકે યુરોપમાં હાલ પણ કોરોનાની અસર ઘટી નથી. માર્કેટ કેપની રીતે જોઈએ તો ટોપ-7 દેશોમાં યુરોપનાં માત્ર બે બજાર- ફ્રાન્સ અને બ્રિટનમાં સામેલ છે.

વિદેશી રોકાણથી વધી રહી છે બજારની સાઇઝ
ભારે વિદેશી રોકાણને પગલે ભારતીય શેરબજારની સાઈઝ વધી રહી છે. NSDL ડેટા મુજબ, 2021માં અત્યારસુધીમાં 29.54 હજાર કરોડ રૂપિયાનું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ(FPI) થઈ ચૂક્યું છે. ઊભરતા બજારમાં રોકાણની રીતે ભારત બીજા સ્થાને છે. સૌથી વધુ બ્રાઝિલના શેરબજારમાં 32.83 હજાર કરોડ રૂપિયાનું FPI આવી ચૂક્યું છે.

આવનારા ત્રિમાસિકમાં ગ્રોથનું અનુમાન
ભારત જેવા અન્ય ઈમર્જિંગ માર્કેટને અમેરિકાના ડોલરમાં આવેલી નબળાઈનો ફાયદો મળ્યો છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી રિકવર થઈ રહી છે, સાથે જ સરકાર પણ ગ્રોથ પર ફોક્સ કરી રહી છે, જેનાથી કોવિડ-19ની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડના જણાવ્યા મુજબ, ફાઈનાન્સિયલ યર 2021-22માં ભારતની GDPમાં 11.5 ટકા અને 2022-23માં 6.8 ટકાનો ગ્રોથ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો