તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં વધતા જતા કોરોનાના કેસને કારણે સોમવારે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અનેક રાજ્યોમાં લોકડાઉનને લીધે આર્થિક કામકાજ પર પણ અસર થઈ છે. જેને પગલે ભારતીય બજારમાં ભારે ઘટાડો થયો છે. સવારે સેન્સેક્સ સામાન્ય લેવલ પર શરૂ થયું હતું. જોકે બજાર કામકાજને અંતે શેરબજાર 870 પોઇન્ટ ગગડી 49,159 બંધ રહ્યું છે. સેન્સેક્સમાં સ્થાન ધરાવતી 30 પૈકી 25 કંપનીના શેરમાં મંદી જોવા મળી છે. જેમાં બજાજ ફાઈનાન્સ,અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5.6%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 હજારથી નીચે આવ્યો હતો. સેન્સેક્સ 870.51 પોઇન્ટ અથવા 1.74 ટકા ગગડી 49,159.32 રહ્યો છે.
નિફ્ટી પણ 230 પોઇન્ટ ગગડીને 14,637 પર બંધ રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ અને ઓટો શેરોમાં કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી બેન્કોના શેરોમાં સૌથી વધારે ધોવાણ થયું છે, જેમાં કેનેરા બેન્ક 6 ટકા ગગડ્યો છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1,179 પોઇન્ટ એટલે કે 3.5 ટકા ગગડી 32,678 પર બંધ રહ્યો છે. એવી જ રીતે ઓટો ઈન્ડેક્સ પણ 2.5 ટકા નીચે આવ્યો છે, જ્યારે IT ઈન્ડેક્સ 511 પોઇન્ટ અથવા 2 ટકા વધીને બંધ રહ્યો હતો.
1899 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે, માર્કેટ કેપ 3.9 લાખ કરોડ રૂપિયા ઘટી
BSE પર 3141 શેરમાં વેપાર થઈ રહ્યો છે. 1059 શેર વધારા સાથે અને 1,899 શેર ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે, તેમાં 302 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 205.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 1 એપ્રિલે 207.25 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સતત વધી રહ્યા છે કોરોનાના નવા કેસ
દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં છે.
સતત વધી રહ્યા છે કોરોનાના નવા કેસ
દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં છે.
ફોક્સમાં રહેશે બેન્કિંગ શહેરો
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મોરેટોરિયમની સુવિધા લેનાર કોઈપણ લોન પર વ્યાજનું વ્યાજ વસૂલી શકાશે નહીં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સરકારી બેન્કો (PSBs) પર 1800થી 2000 કરોડ રૂપિયાનો બોજો પડશે.
જાપાનના બજારમાં ખરીદી, ઓસ્ટ્રેલિયા અને ચીનનાં શેરબજાર બંધ રહેશે
અમેરિકન બજારોમાં S&P 500 ઈન્ડેક્સ રેકોર્ડ સ્તરે પહોંચ્યો
ટેક્નોલોજી શેરમાં ખરીદીને કારણે ગુરુવારે S&P 500 ઈન્ડેક્સ પહેલીવાર 4 હજાર પાર 4019 પોઈન્ટ્સ પર બંધ થયો હતો. ટેક શેરોમાં એમેઝોન, અલ્ફાબેટ અને માઈક્રોસોફ્ટ સામેલ રહ્યા. આ જ રીતે ડાઓ જોન્સ ઈન્ડેક્સ 171 પોઈન્ટના વધારા સાથે 33,153 પર બંધ થયો હતો. નેસ્ડેક ઈન્ડેક્સ 233 પોઈન્ટ વધીને 13,480 પોઈન્ટ પર બંધ થયો હતો. આ પહેલાં યુરોપિયન માર્કેટમાં ફ્લેટ વેપાર જોવા મળ્યો હતો, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીનાં શેરબજારમાં સામેલ છે. ગુડફ્રાઈડેને કારણે શુક્રવારે બજારો બંધ હતાં.
ઘટાડાનાં મુખ્ય કારણો
નવી ખરીદી માટે અત્યારે વેઇટ એન્ડ વોચ
નવી ખરીદી માટે નાના રોકાણકારો કે જે કેશ લઇને બેઠા છે અને ખરીદી કરવા ઇચ્છે છે તેઓ અત્યારે બજારમાં સ્થિરતાની રાહ જોવી જોઇએ. કરેક્શન પૂર્ણ થયા પછી નીચા ભાવ પર મળનાર સારા શેરોમાં રોકાણ કરી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર કેટલી પ્રભાવિત કરશે, અત્યારે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેની સાથે જોડાયેલ સમાચાર માર્કેટ સેન્ટિમેન્ટ અસર કરશે. - અમરીશ બલિગા, શેરબજાર એક્સપર્ટ
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.