• Home
  • Business
  • BSE Market Cap increased by Rs 11.14 lakh crore in three days

માર્ચ મહિનામાં સતત ઘટી રહેલું BSEનું માર્કેટ કેપ ત્રણ દિવસમાં રૂ. 11.14 લાખ કરોડ વધ્યું

બધા જ આંકડા રૂ/ લાખ કરોડમાં
બધા જ આંકડા રૂ/ લાખ કરોડમાં
X
બધા જ આંકડા રૂ/ લાખ કરોડમાંબધા જ આંકડા રૂ/ લાખ કરોડમાં

  • કોરોના સામે સરકારના પગલાની અસર બજાર પર જોવા મળી
  • ચાલુ સપ્તાહે સેન્સેક્સ 3965.53 પોઈન્ટ્સ જેટલો વધ્યો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:21 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ભારતીય શેર બજારોમાં પાછલા ત્રણ દિવસથી ધીમા પગલે પણ સુધારાની ચાલ ફરી શરુ થતી જણાય છે. માર્ચ મહિનામાં શરૂઆતથી જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન એકધારું ઘટતું રહ્યું છે પણ ચાલુ સપ્તાહે સોમવારને બાદ કરતા તેમાં સતત વધારો થયો છે. ૨૩ માર્ચે માર્કેટ કેપ રૂ. 101.86 લાખ કરોડ હતું જે 26 માર્ચે બજાર પૂરું થતાં રૂ. 112.99 લાખ કરોડ થયું હતું. એટલે કે પાછલા ત્રણ દિવસમાં રૂ. 11.14 લાખ કરોડનો વધારો થયો છે. જાણકારો માણે છે કે, ભારત સરકાર દ્વારા કોવીડ-19 સામે જે રીતે પગલા ભરાઈ રહ્યા છે તેમજ સરકાર દ્વારા ગરીબ અને ખેડૂત વર્ગ માટે જે પગલા ભરાઈ રહ્યા છે તેનો સ્ટોક માર્કેટ તરફથી સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. આવતા દિવસોમાં બજારમાં ધીમી ગીતે સુધારો જળવાઈ રહે તેવી સંભાવના છે.

માર્ચ મહિનામાં રૂ. 44 લાખ કરોડનું ધોવાણ
બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઈટના આંકડા મુજબ 2 માર્ચના રોજ માર્કેટ કેપ રૂ. 145.80 લાખ કરોડ હતું. જોકે 6 માર્ચના રોજ યસ બેન્કને લઈને નકારાત્મક સમાચારો આવતા સ્ટોક માર્કેટ્સમાં સતત ધોવાણ થયું છે જેના પગલે BSE માર્કેટ કેપ 23 માર્ચ સુધીમાં લગભગ રૂ. 44 લાખ કરોડ જેટલું ઘટીને રૂ. 101.86 લાખ કરોડ થઇ ગયું હતું.

સરકારના પગલાથી નાની કંપનીઓને ફાયદો થશે
બજાર નિષ્ણાતો માને છે કે, નાણામંત્રી દ્વારા TDS મોડો ચુકવવા પર ભરવું પડતું વ્યાજમાં ઘટાડો, ઇન્કમટેક્સ ફાઈલિંગના સમયમાં વધારો તેમજ નાના ઉદ્યોગો માટે રાહત પેકેજ પર સરકાર કામ કરી રહી છે તે અંગે ખાતરી આપ્યા બાદ બજારનું સેન્ટીમેન્ટ બદલાયું છે જે છેલ્લા ત્રણ ટ્રેડીંગ શેશનમાં જોવા મળે છે.
આ સપ્તાહે સેન્સેક્સમાં 15.26%નો વધારો થયો
ચાલુ સપ્તાહ દરમિયાન સોમવારથી ગુરુવાર સુધીમાં BSE સેન્સેક્સમાં 15.26%નો સુધારો થયો છે. 23 માર્ચે સેન્સેક્સ 25,981.24 પોઈન્ટ્સ પર બંધ આવ્યો હતો જે 26 માર્ચે 29,946.77 પોઈન્ટ્સ પર બંધ હતો. એટલે કે આ સપ્તાહમાં 3965.53 પોઈન્ટ્સનો વધારો થયો છે.

તારીખ સેન્સેક્સ
23 માર્ચ 25,981.24
24 માર્ચ 26,674.03
25 માર્ચ 28,535.78
26 માર્ચ 29,946.77

સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી