• Gujarati News
  • Business
  • BSE Live Updates| Sensex Opens Down With 857 Pionts And NSE Opens Down With 284 Points Know Latest Share Market Updates, Sexsex Live, Nse Live Updates

શેરમાર્કેટ LIVE:સપ્તાહના પહેલાં દિવસે સેન્સેક્સ 1375 અંક ઘટીને બંધ, નિફ્ટી 8300ની નીચે; બજાજ ફાઈનાન્સ, HDFCના શેર ઘટ્યા, રોકાણકારોના રૂ. 2.85 લાખ કરોડનું ધોવાણ

Mumbai2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • BSE 29,335 પોઈન્ટ અને નિફ્ટી 8,514 પોઈન્ટે પહોંચ્યો
  • અર્થવ્યવસ્થાને રાહત માટે આરબીઆઈએ રેપોરેટમાં ઘટાડો કર્યો છે

મુંબઈ: ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1375 અંક ઘટીને 28440 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 379 અંક ઘટીને 8281 પર બંધ રહ્યો હતો. જેમાં રોકાણકારોના રૂ. 2.85 લાખ કરોડનું ધોવાણ થયું હતું. 
ઉલ્લેખનીય છે કે 21 દિવસના લોકડાઉનમાં અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસોને રાહત આપવા માટે સરકાર અને RBI તરફથી ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. RBIએ રેપો રેટ ઘટાડાની સાથે EMI પેમેન્ટ ત્રણ મહિના આગળ વધારવાની જાહેરાત કરી છે.

શુક્રવારે ઘટીને બંધ થયા હતા અમેરિકન બજાર
શુક્રવારે અમેરિકન બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેરોજગારી વધવાની આશંકાના કારણે ડાઉ જોન્સ અને અન્ય બજાર ઉપર પ્રેશર જોવા મળ્યું હતું. ડાઉજોન્સ 4.06 ટકા ઘટીને 21,636.80ની સપાટીએ બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 3.79 ટકા એટલેકે 295.16 પોઈન્ટ નીચે 7,502.38એ સપાટીએ બંધ થયો હતો. આ જ રીતે એસએન્ડપી 3.37 ટકા નીચે રહ્યો હતો. વેપાર પૂરા થતા સમયે એસએન્ડપી 88.60 અંક નીચે 2,541.47 પોઈન્ટ પર વેપાર કરી રહ્યા છે.

RBI દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા તેમ છતાં શુક્રવારે માર્કેટ પડ્યું
સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં સતત વધ-ઘટ જોવા મળી હતી. સેન્સેક્સ 801 પોઈન્ટ અને નિફ્ટી 307 પોઈન્ટ પ્લેસમાં ખુલ્યા હતા. પરંતુ 11 વાગ્યા પછી વૈશ્વિક બજારો બંધ થતાં ભારતીય શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 131 પોઈન્ટ ઘટીને 0.44 ટકાના ઘટાડા સાથે 29.815ની સપાટીએ બંધ થયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારપછી પણ બજારમાં તેજી જોવા નહતી મળી. આ પહેલાં ગુરુવારે સેન્સેક્સે 1410.99 અંકના વધારા સાથે 29,946.77 અને નિફ્ટી 326 પોઈન્ટ વધીને 8,641ની સપાટીએ વેપાર ખતમ કર્યો હતો.

ડોલર સામે રૂપિયો 73 પૈસા નરમ
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ 73 પૈસાની નરમાઇ સાથે રૂ. 75.61ની સપાટીએ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ ભારતીય ચલણમાં સાધારણ નરમાઇની ચાલ રહી હતી.
નિફ્ટી નીચામાં 8250 તોડે તો 7900ની શક્યતા
ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર જો નિફ્ટી શોર્ટરનમાં ફરી એકવાર 8250ની ટેકનિકલ ટેકાની સપાટી તોડે તો 7900 પોઇન્ટ સુધી ઘટી શકે. પરંતુ જો 8350 પોઇન્ટની પ્રતિકારક ક્રોસ કરે તો 8440 સુધી સુધરવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...