તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Britain: 112 year old Luxury Store Offer To Attract As Many People As Possible We Will Pay For Your Wedding

યુરોપમાં ન્યુ નોર્મલ:બ્રિટન: બને તેટલા વધુ લોકો ખરીદી કરવા આવે તે માટે 112 વર્ષ જૂના લક્ઝરી સ્ટોરની ઓફર- તમારાં લગ્નનો ખર્ચ અમે ઉઠાવીશું

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા દેશ ફરવા પર લાગુ પ્રતિબંધો હટાવી રહ્યા છે તો કેટલાક ઓફર પણ આપી રહ્યા છે

વૈશ્વિક મહામારી વચ્ચે વિશ્વમાં લાખો લગ્નો રદ થયાં. કોઇએ લગ્નની તારીખ લંબાવી તો કોઇ સગાં-સંબંધીઓ, મિત્રો વિના માત્ર પરિવારજનોની ઉપસ્થિતિમાં લગ્નના બંધનમાં બંધાયા. કેટલાક લોકોએ મહામારી ખતમ થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આવા માહોલ વચ્ચે લંડનસ્થિત 112 વર્ષ જૂના ડિપાર્ટમેન્ટલ સ્ટોર સેલ્ફફ્રિજેસે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર પ્રેમી યુગલોને લગ્નનાં બંધનમાં બાંધવા અભિયાન હાથ ધર્યું છે.

સ્ટોર એક ઓફર પણ આપી રહ્યો છે, જે અંતર્ગત પ્રેમી યુગલોનાં લગ્નનો ખર્ચ સ્ટોર ઉઠાવશે. તેણે આ ઓફરને ‘માઇક્રો મેરેજ’ નામ આપ્યું છે. સ્ટોરની આ ઓફરનો હેતુ એ છે કે બ્રિટનમાં લાંબા સમય બાદ ન્યુ નોર્મલ શરૂ થઇ ગયું છે, સંક્રમણ પણ સતત ઘટી રહ્યું છે, જેથી લોકો બહાર નીકળે અને ખરીદી કરે.

જોકે, આ ઓફર મર્યાદિત સમય માટે છે. ઓફર પૂરી થયા પછી સ્ટોર લગ્ન માટે નિર્ધારિત રકમ ચાર્જ કરશે, જેમાં વર-કન્યાનાં કપડાંથી માંડીને તેમને તૈયાર કરવા, ભોજન સમારંભ તથા ડીજે સેટ જેવી સુવિધાઓ સામેલ હશે. માત્ર 4 કલાકમાં લગ્ન સંપન્ન થઇ જશે.

યુરોપમાં રસીકરણ વેગ પકડી રહ્યું છે તેમ-તેમ કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, જેના પગલે ઘણા દેશ હરવા-ફરવા પરના પ્રતિબંધો ઉઠાવી રહ્યા છે અને પ્રવાસન ફરી ધમધમતું થવાની આશા રાખી રહ્યા છે. લોકોને આશા છે કે તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે.

1909માં સ્ટોર ખૂલ્યો હતો
સેલ્ફફ્રિજેસના સંસ્થાપક મેગ્નેટ હેરી ગોર્ડને જણાવ્યું કે આ સ્ટોર 1909માં ખૂલ્યો હતો. મહામારી દરમિયાન સ્ટોર બંધ રહેતા ઘણું નુકસાન ગયું છે. તેથી વેચાણ વધારવા અને લોકોને આકર્ષવા માટે આ ઓફર અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...