• Gujarati News
  • Business
  • Both Companies Are In The Race To Buy Debt ridden Future Retail, Along With 13 Other Companies

અદાણી-અંબાણી ફરી સામસામે:બંને કંપની દેવાં તળિયે ડૂબી ગયેલી ફ્યુચર રિટેલ ખરીદવાની રેસમાં, 13 અન્ય કંપની પણ સામેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દેવામાં ડૂબેલી ફ્યુચર રિટેલ લિમિટેડને હસ્તગત કરવાની રેસમાં છે. રોયટર્સે આને લઈ એક રિપોર્ટ પબ્લિશ કરી હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને ફ્લેમિંગો ગ્રુપના જ્વોઈન્ટ એડવેન્ચર એપ્રિલ મૂન રિટેલ પ્રાઈવેટ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને અન્ય 13 કંપનીઓએ ફ્યુચર રિટેલ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOIs) સબમિટ કર્યા છે.

EOI સબમિટ કરનાર અન્ય કંપનીઓમાં શાલીમાર કોર્પોરેશન લિમિટેડ, નલવા સ્ટીલ એન્ડ પાવર, યુનાઈટેડ બાયોટેક, ડબ્લ્યુએચસ્મિથ ટ્રાવેલ, કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. ચાલુ નાદારીની પ્રક્રિયાના ભાગરૂપે ઓગસ્ટમાં કુલ 33 લેન્ડર્સે 21 હજાર કરોડ રૂપિયાથી વધુના લોનના દાવા સબમિટ કર્યા હતા. તેમજ, લીડ લેન્ડર્સમાં બેન્ક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

દેશની બીજી સૌથી મોટી રિટેલર કંપની
ફ્યુચર ગ્રુપની ફ્લેગશિપ રિટેલ યુનિટે ફ્યૂચર રિટેલ માટે EOI સબમિટ કરવાની સમયમર્યાદા આ મહિનાની શરૂઆતમાં પૂરી થઈ હતી.આ કંપની એ સમયે દેશની બીજી સૌથી મોટી રિટેલર કંપની હતી. લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા પછી તેના પર બેન્ક દ્વારા નાદારીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ફ્યુચર રિટેલ 3.4 બિલિયન ડોલરમાં તેના એસેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચવા માગતી હતી, પરંતુ એમેઝોન ઈન્કની કાનૂની પડકાર વચ્ચે તેમ કરી શક્યું નહીં અને દેવામાં ડૂબી ગઈ.

2024 સુધીમાં 100 લાખ કરોડનું થશે રિટેલ માર્કેટ
​​​​​​​ભારતનું રિટેલ માર્કેટ લગભગ 900 અબજ ડોલર (લગભગ 69 લાખ કરોડ રૂપિયા) છે. વર્ષ 2024 સુધીમાં 1.3 ટ્રિલિયન ડોલર (લગભગ 100 લાખ કરોડ રૂપિયા) થવાની ધારણા છે. આ જ કારણ છે કે મોટી કંપનીઓ ભારતના રિટેલ ઓનલાઈન માર્કેટ સાથે વધુમાં વધુ ઓફલાઈન માર્કેટ કેપ્ચર કરવા માગે છે.