ક્રિપ્ટોનો કકળાટ:બિટકોઇનમાં ઘટાડો યથાવત્, રેકોર્ડ હાઇથી 72 ટકા ડાઉન

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ટ્રેન્ડ ઓસરી ગયો છે. કેટલાક સમયથી બિટકોઇન 1-2 હજાર ડોલરની વધધટે સતત અથડાયા કરે છે. અત્યારે હજુ તે $20000ની અંદર 19700 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે.

સોલિડ બેરોજગારી રિપોર્ટ પછી ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં ને લઈને જોતા મિક્સ અસર જોવા મળી શકે છે. દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી, બિટકોઈન $19,750, વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરના લેવલની ઉપર ટ્રેડ થઇ રહ્યો છે.

નિષ્ણાતોના અહેવાલ મુજબ US ફેડરલ રિઝર્વની મોંઘવારી પર કાબુ મેળવવા માટે વ્યાજ દરોમાં વધારો થવાની આશંકાઓએ ક્રિપ્ટો બજાર પર અસર પડી છે. બિટકોઈન અત્યારે તેના ઓલટાઈમ હાઈથી 71%ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જો બિટકોઈનમાં આવી રીતે ઘટાડો આવતો રહ્યો તો તે $18000ના સપોર્ટ લેવલથી નીચે આવી શકે છે.

બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથરમાં 1%ની તેજી આવી અને તે 1,575 ડોલર પર કારોબાર કરતું જોવા મળ્યું. હાલમાં ક્રિપ્ટો બજારમાં ઈથરે $2000ના લેવલને પાર કરી લીધું હતું બ્લોકચેનના સોફ્ટવેર અપગ્રેડ જેને મર્જનું નામ આપવામાં આવ્યું છે, તે 15 સપ્ટેમ્બરના પૂરું થશે.

અન્ય સમાચારો પણ છે...