તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિટકોઈન પ્રથમ વખત 43,000 ડોલરને પાર:એલન મસ્કની ટેસ્લાએ રોકાણ કર્યાંના અહેવાલ પાછળ બિટકોઈનની કિંમતમાં 13 ટકાનો ઉછાળો

નવી દિલ્હી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભારતીય સમય પ્રમાણે સાંજે 7.40 વાગે બિટકોઈન 12.71 ટકા વધીને 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહી હતી, છેલ્લા 24 કલાકમાં તેણે 43,978.25 ડોલરની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે - Divya Bhaskar
ભારતીય સમય પ્રમાણે સાંજે 7.40 વાગે બિટકોઈન 12.71 ટકા વધીને 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહી હતી, છેલ્લા 24 કલાકમાં તેણે 43,978.25 ડોલરની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે
 • ટેસ્લાએ કહ્યું કે તેણે ગયા મહિને બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે
 • ઈ-કાર બનાવતી ટેસ્લાએ એમ પણ કહ્યું કે તે બિટકોઈનમાં ચુકવણી સ્વીકરી શકે છે

બહુચર્ચિત ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનું મૂલ્ય સોમવારે આશરે 13 ટકા ઉછળી અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી પર પહોંચ્યું છે. આ અગાઉ ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાએ કહ્યું હતું કે તેણે ગયા મહિને બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારતીય સમય પ્રમાણે સાંજ 7.40 વાગે બિટકોઈન 12.7 ટકા ઉછળી 43,737.73 ડોલર પર ટ્રેડ કરી રહી હતી.

કોઈનમાક્રેટકેપના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં તેનું મૂલ્ય 43,978.25 ડોલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયું છે. 10 દિવસ અગાઉ ટેસ્લાના CEO એલન મસ્કે બિટકોઈનને પોતાના એક સોશિયલ નેટવર્કિંગ અકાઉન્ટમાં ટેગ કરી હતી. ત્યારબાદ તે દિવસે પણ બિટકોઈનના મૂલ્યમાં તેજી નોંધાઈ હતી. ટેસ્લાએ સોમવારે એવી પણ માહિતી આપી હતી કે તેને આશા છે કે ટૂંક સમયમાં પોતાની કારો તથા અન્ય પ્રોડક્ટ્સની ચુકવણી બિટકોઈનમાં સ્વીકાર કરવા લાગશે.

રોકાણના માધ્યમ તરીકે બિટકોઈન લોકપ્રિય થઈ રહી છે
ટેસ્લા દ્વારા રોકાણ કરવાથી ફરી એક વખત એવા સંકેત મળ્યા છે કે બિટકોઈન એક રોકાણના માધ્યમ તરીકે સ્વીકૃતિ હાંસલ કરવા જઈ રરહી છે. આજે જ્યારે વિશ્વભરમાં સરકારો મોટાપાયે રાહત આપી રહી છે અને કેન્દ્રીય બેન્ક મોટાપાયે નોટ છાપી બજારમાં ઠાલવી રહી છે, આ સંજોગોમાં બિટકોઈનમાં વિશ્વાસ રાખનાર લોકોનું કહેવું છે કે બિટકોઈન મોંઘવારીની અસરથી સંપત્તિના મૂલ્યને બચાવી શકે છે.

ટૂંક સમયમાં 45,000 ડોલર પહોંચી શકે છે
ફોરેક્સ બ્રોકર ઓંડા કોર્પના સિનિયર માર્કેટ એનાલિસ્ટ એડવર્ડ મોયાએ કહ્યું કે આ રિટેલરો તથા સંસ્થાઓ બિટકોઈનમાં આગામી મહિના સુધી રોકાણ કરતા રહેશે તો તે 45,000 ડોલરની સપાટીને સ્પર્શી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 50 ટકા વળતર આપી ચુકી છે. 2 જાન્યુઆરી,2021ના રોજ બિટકોઈન આશરે 30,000 ડોલર પર ટ્રેડ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો