તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:બિટકોઇનનો બબલ ફૂટતા સોના-ચાંદી ઊંચકાયા, ચાંદી ફરી રૂ.67000 નજીક

અમદાવાદ14 દિવસ પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વૈશ્વિક સોનું વધી 1860 ડોલર, ચાંદી 26 ડોલર નજીક જ્યારે પ્લેટિનમ 1067 ડોલર

સોના-ચાંદીમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થઇ ચૂક્યો છે. બિટકોઇનની તેજીનો અંત આવતા હેજફંડો તથા એસપીડીઆર ગોલ્ડ ટ્રેડેડ ફંડની ખરીદી સોના તરફ ડાઇવર્ટ થઇ છે જેના કારણે સોનું વધી 1865 ડોલર નજીક ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે ચાંદી ઝડપી 25 ડોલરની સપાટી કુદાવી 25.60 ડોલર ક્વોટ થતી હતી. હાજર બજારમાં પણ ચાંદી ઝડપી ઉંચકાઇ 67000 નજીક ક્વોટ થવા લાગી છે.

ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે જેના કારણે સોના-ચાંદીમાં લોંગટર્મ ફંડામેન્ટલ તેજી તરફી રહેવાનું બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે. અમદાવાદ ખાતે સોનું 100ના નજીવા સુધારા સાથે રૂ.51300 ક્વોટ થતું હતું પરંતુ ચાંદી ઝડપી 500 વધી 66500 બોલાઇ રહી છે. દિલ્હી ખાતે ચાંદી 1404 વધી 65380 અને સોનું 297 ઉંચકાઇ 48946 બોલાતું હતું. જ્યારે મુંબઇ ખાતે સોનું વધીને 49664 તથા ચાંદી 65564 ક્વોટ થઇ રહી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

સોના-ચાંદીની સાથે પ્લેટિનમ ઝડપી 60 ડોલર ઉંચકાઇ 1067 ડોલર અને પેલેડિયમ 2388 ડોલર ક્વોટ થવા લાગ્યું છે. જ્વેલરી સેગમેન્ટમાં પણ આગામી સમયમાં શરૂ થનાર લગ્નગાળાની ખરીદી જોવા મળી રહી છે. તેજી માટે ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની સ્થિતી કેવી રહે છે અને સ્થાનિકમાં ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર મુખ્ય આધાર રહેલો છે. ડોલર સામે રૂપિયો 15 પૈસા મજબૂત બની 73.25 બંધ રહ્યો હતો જેના કારણે સ્થાનિકમાં ભાવ વધારો નજીવો રહ્યો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો રૂ.૪૯૩૨૦ ખૂલી, ઊપરમાં ૪૯૫૭૦ અને નીચામાં રૂ.૪૯૨૮૦ મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૯ વધીને રૂ.૪૯૪૭૦ બંધ રહ્યો હતો.

બિટકોઇન તૂટતા સોનું ઝડપી 1900 ડોલર થશે
બિટકોઇન 42000 ડોલરની રેકોર્ડ સપાટી પરથી તૂટી ઝડપી 35000 ડોલરની સપાટીએ પહોંચ્યો છે. હેજફંડો તથા એચએનઆઇ ઇન્વેસ્ટર્સ દ્વારા આવેલ પ્રોફિટબુકિંગના કારણે હવે તેજીના સંકેતો નહિંવત્ છે. સલામત રોકાણ તરીકે ફરી હેજફંડો તથા ઇટીએફમાં રોકાણકારોનો ઉત્સાહ વધે તેવો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1870 ડોલરની સપાટી ઉપર બંધ આવે તો ઝડપી 1900 અને ત્યારબાદ 1930 ડોલર સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી માટે 26.30 ડોલરની સપાટી કુદાવવી આવશ્યક છે. ઉપરમાં 26.70-27.30 ડોલર જ્યારે નીચામાં 24.70 ડોલરનો મજબૂત સપોર્ટ એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser