તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Gautam Adani's Net Worth Drops By Rs 39,000 Crore, Loses Asia's Second Richest Man Award

શેરમાં ઘટાડાથી સંપત્તિ ઘટી:ગૌતમ અદાણીની નેટવર્થ 39 હજાર કરોડ રૂપિયા ઘટી, એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ગુમાવ્યું

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ફોર્બ્સના અમીરોના લિસ્ટમાં ગૌતમ અદાણી હવે 16મા સ્થાને પહોંચી ગયા છે

અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોનાં ખાતાં ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.4 બિલિયન ડોલર લગભગ 39 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં 16મા સ્થાને પહોંચી ગયા છે.

એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ગુમાવ્યું
શેરોને કારણે નેટવર્થમાં આવેલા ઘટાડાથી ગૌતમ અદાણીએ એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન ગુમાવ્યું છે. ફોર્બ્સના લિસ્ટ અનુસાર, ચીનના જોંગ શાનશાન હવે એશિયાની બીજી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે, જ્યારે ગૌતમ અદાણી ત્રીજી સૌથી અમીર વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં જોંગ શાનશાનની નેટવર્થમાં 2.1 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે શાનશાનની કુલ નેટવર્થ 70 બિલિયન ડોલર થઈ ગઈ છે, જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 69.5 બિલિયન ડોલર છે. જોકે શાનશાનની નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર 0.5 બિલિયન ડોલર વધુ છે. ગૌતમ ઝડપથી શાનશાનને પછાડી શકે છે.

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થમાં અંતર વધ્યું
ફોર્બ્સના લિસ્ટ મુજબ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 87.7 બિલિયન ડોલરની નેટવર્થની સાથે એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં 1.9 બિલિયન ડોલર લગભગ 13.91 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તાજા આંકડાઓ મુજબ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થનું અંતર વધીને 18.2 બિલિયન ડોલર લગભગ 1.33 લાખ કરોડ રૂપિયા થયું છે. મુકેશ અંબાણી ફોર્બ્સ લિસ્ટમાં 11મા નંબરે છે.

અદાણી ગ્રુપની કંપનીઓમાં 22 ટકાનો ઘટાડો રહ્યો
રોકાણકારોનાં ખાતાં ફ્રીઝ થવાના સમાચારથી સોમવારે અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીના શેરમાં 5 ટકાથી 22 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝના શેર તૂટ્યા. સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેર ઈન્ટ્રા-ડેમાં 22 ટકા તૂટીને 1201 રૂપિયા પ્રતિ યુનિટ સુધી આવી ગયા હતા. જોકે કારોબારના અંતિમ કલાકોમાં રિકવરી જોવા મળી.

અદાણી ગ્રુપના શેર 2021માં 346 ટકા વધ્યા
અદાણી ગ્રુપના શેરને જોવામાં આવે તો 2021માં અદાણી ટોટલ ગેસનો શેર 346 ટકા વધીને 1680 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અદાણી ટ્રાન્સમિશનનો શેર 264 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝીઝનો શેર 235 ટકા, અદાણી પાવર 200 ટકા, અદાણી પોર્ટ 74 ટકા અને અદાણી ગ્રીન 17 ટકા વધ્યા છે. ઉલ્લેખનીય છે કે કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો વધુ હોય છે. એવા શેરમાં ઉછાળાથી પ્રમોટરની નેટવર્થ પણ ઝડપથી વધે છે.

ફોર્બ્સના લિસ્ટમાં વિશ્વના ટોપ-10 અમીર

રેન્કનામનેટવર્થ
1બર્નાર્ડ અર્નાલ્ટ196
2જેફ બેજોસ195.3
3એલન મસ્ક154.8
4બિલ ગેટ્સ126.8
5માર્ક ઝકરબર્ગ122
6વોરેન બફેટ107
7લેરી પેજ106.8
8લેરી અલિસન106.7
9સર્જે બ્રિન103.5
10ફ્રાંકિસો બેટનકોર્ટ મેયર્સ91.9

નેટવર્થ બિલિયન ડોલરમાં છે.

ટોપ-10 અમીરોમાં 8 અમેરિકન
ફોર્બ્સના લિસ્ટ અનુસાર, વિશ્વના ટોપ-10 અમીરોના લિસ્ટમાં સામેલ 8 લોકો અમેરિકાના છે, જ્યારે બે લોકો ફ્રાન્સના નિવાસી છે. આ લિસ્ટમાં સ્થાન મેળવનારા બર્નાર્ડ અર્નોલ્ટ ફ્રાન્સના નિવાસી છે અને તેઓ ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની LMVHના સીઈઓ છે. લિસ્ટમાં સામેલ જેફ બેજોસ, એલન મસ્ક, બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, વોરન બફેટ, લેરી પેજ, લેરી અલિસન અને સર્જે બ્રિન અમેરિકન છે. 10મા સ્થાન પર રહેલા ફ્રાંકિસો બેટનકોર્ટ મેયર્સ ફ્રાન્સના નિવાસી છે.