તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The Three Children Will Receive Only 10 10 10 Million In Paternal Wealth, Less Than 1% Of Bill Gates' Total Wealth.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ-મિલિંડા ગેટ્સના છુટાછેડા:રૂ.10.87 લાખ કરોડના માલિક બિલ ગેટ્સ છૂટાછેડા બાદ ત્રણ બાળકોને માત્ર રૂ.219 કરોડ જ આપશે

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ અને મિલિંડા ગેટ્સ એક પુત્ર અને 2 છોકરીઓના માતા-પિતા
  • પોતાની સંપત્તિનો 95 ટકા હિસ્સો સમાજસેવામાં દાન કરશે બિલ ગેટ્સ

માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમની પત્ની મિલિંડા ગેટ્સ અલગ થવા જઈ રહ્યાં છે. બંનેએ લગ્નના 27 વર્ષ પછી છુટાછેડાની જાહેરાત કરી છે. બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ એક પુત્ર અને બે દીકરીઓના માતપિતા છે. પુત્રનું નામ રોરી અને દીકરીઓના નામ જેનિફર અને ફિયોબી છે.

બિલ ગેટ્સની કુલ નેટવર્થ હાલ 146 બિલિય ડોલર લગભગ 10.87 લાખ કરોડ રૂપિયા છે. બિલ ગેટ્સે 2017માં કહ્યું હતું કે તેના દરેક બાળકને પૈતૃક સંપતિ માત્ર 10 મિલિયન ડોલર લગભગ 73 કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલે કે ત્રણ બાળકોને કુલ 30 મિલિયન ડોલરની સંપતિ આપવામાં આવશે. બિલ અને મિલિંડા ગેટ્સ પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેમની કુલ સંપતિના લગભગ 95 ટકા હિસ્સો સમાજસેવા માટે આપવામાં આવશે. તેના માટે બંને બિલ એન્ડ મિલિંડ ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી ચૂક્યા છે.

બિલ ગેટ્સની છોકરી જેનિફર ગેટ્સ અને તેનો બોયફ્રેન્ડ નાયલ નસ્સાર.
બિલ ગેટ્સની છોકરી જેનિફર ગેટ્સ અને તેનો બોયફ્રેન્ડ નાયલ નસ્સાર.

બિલ એન્ડ મિલિંડા ગેટ્સના છુટાછેડા પર પુત્રી જેનિફરની પ્રતિક્રિયા
તેમના માતા-પિતાના છુટાછેડાની જાહેરાત પછી પુત્રી જેનિફર ગેટ્સે કહ્યું છે કે તેમનો પરિવાર પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેનિફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, હું હાલ શીખી રહી છું કે આ સમયે પોતાની પ્રતિક્રિયાઓ અને ભાવનાઓની સાથે કઈ રીતે પરિવારના સભ્યોનું સમર્થન કરું? જોકે જેનિફરે પોતાના માતા-પિતાના છુટાછેડા પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. જેનિફરે કહ્યું છે કે અમે અમારા જીવનના આગામી તબક્કા તરફ જઈ રહ્યાં છે. આવા સમયમાં અમારી ગોપનીયતાની ઈચ્છાને સમજવા બદલ ધન્યવાદ.

જેનિફર એક ધોડેસવાર અને મેડિકલની સ્ટુડન્ટ છે. તે તેના ભાઈઓ અને બહેનોમાં સૌથી મોટી છે. જેનિફરે 2018માં જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી હ્યુમન બાયોલોજીમાં ગ્રેજ્યુએટ કર્યું છે. તે પછી જેનિફરે ધોડેસવારી પર ફોકસ કર્યું હતું. તે સમયે તે ન્યુયોર્કની Mount Sinai’s Icahn School of Medicine માં બીજા વર્ષમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી.

બિલ ગેટ્સની પુત્રી જેનિફર ગેટ્સે ગત વર્ષે જાન્યુઆરીમાં પોતાના બોયફ્રેન્ડ નાયલ નસ્સાર સાથે સગાઈ કરી હતી. બંને ચાર વર્ષથી રિલેશનશીપમાં હતા. નાયલ નસ્સાર ઈજિપ્તનો ઘોડેસવાર છે. નાયલનું બાળપણ કુવૈતમાં પસાર થયું છે, જ્યાં તેમના પિતાનો વ્યવસાય હતો. 2009માં નાયલનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયામાં વસ્યો હતો. જેનિફર અને નાયલની મુલાકાત ઘોડેસવારી દરમિયાન થઈ હતી.

લગ્નનો સંબંધ ખત્મ, ફાઉન્ડેશન માટે કામ કરતા રહેશે બિલ અને મિલિંડા
બિલ અને મિલિંડા ગેટ્સે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ઘણું વિચારી અને પરસ્પર ચર્ચા કર્યા પછી અમે પોતાના સંબંધોનો અંત આણવાનો નિર્ણય છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ બાળકોને મોટા કર્યા છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યા છે, જે વિશ્વના લોકોના આરોગ્ય અને સારી જીંદગી માટે કામ કરે છે. અમે આ મિશન માટે હાલ પણ એક જેવા જ વિચાર રાખીશું અને સાથે કામ કરીશું. જોકે હવે અમને એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં અમે પતિ-પત્ની તરીકે સાથે રહી શકીશું નથી. અમે નવી શરૂઆત કરવા જઈ રહ્યાં છે.

1994માં થયા હતા લગ્ન
બિલ ગેટ્સ અને મિલિંડા પ્રથમ વખત 1987માં મળ્યાં હતા અને 1994માં એક-બીજાને પતિ-પત્ની તરીકે સ્વીકાર્યા હતા. બિલ ગેટ્સની ગણતરી વિશ્વના સૌથી અમીર લોકોમાં થાય છે. આ સિવાય તેઓ તેમના સમાજ સેવાના કામ માટે પણ ઓળખાય છે.

કોણ છે બિલ ગેટ્સ

  • બિલ ગેટ્સનું સંપૂર્ણ નામ વિલિયમ હેનરી ગેટ્સ છે. 13 વર્ષની ઉંમર પહેલો સોફ્ટવેર પ્રોગ્રામ લખનાર ગેટ્સનો જન્મ સિએટલમાં 28 ઓક્ટોબર 1955માં થયો હતો. હાઈસ્કુલમાં અભ્યાસ દરમિયાન સ્કુલની પેરોલ સિસ્ટમ બનાવી રહેલા પ્રોગ્રામર્સના એક ગ્રુપની મદદ કરી અને ટ્રેફ-ઓ-ડેટા(Traf-O-Data) બનાવ્યા, જેણે લોકલ સરકારને ટ્રાફિક-કાઉન્ટિંગ સિસ્ટમ્સ વેચી.
  • હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન પોલ જી. એલન જેવો મિત્ર મળ્યો અને તેમણે માઈક્રોસોફટની સ્થાપના કરી. ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ(IBM) કોર્પોરેશન માટે Ms-DOS બનાવ્યું અને કંપની હિટ થઈ ગઈ. 1990ના દાયકાની શરૂઆત સુધીમાં તો પીસી ઈન્ડસ્ટ્રીમાં માઈક્રોસોફ્ટ અલ્ટિમેટ કિંગમેકર બની ગઈ હતી.
  • 1986માં ગેટ્સ અબજપતિઓની યાદીમાં સામેલ થયા હતા. 1995માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા અને ઘણા વર્ષો સુધી રહ્યાં. છેલ્લા ત્રણ વર્ષથી ગેટ્સ અને એમેઝોનના જેફ બેજોસની વચ્ચે ધનિક વ્યક્તિની સ્પર્ધા ચાલી રહી છે. ફોર્બ્સના લિસ્ટમાં હાલ બેજોસ નંબર એક અને ગેટ્સ ચોથા નંબરે છે.
  • જૂન 2008માં ગેટ્સે માઈક્રોસોફટના રોજના કામકાજમાંથી પોતાને અલગ કરી દીધા, જેથી તે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને વધુ સમય આપી શકે. ફેબ્રુઆરી 2014માં તેમણે ચેરમેનનું પદ પણ છોડી દીધુ હતું.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો