વિકાસનું પૈડું દેવાના દલદલમાં ધસી રહ્યું છે. રાજ્યોએ એપ્રિલ-ડિસેમ્બર વચ્ચે એટલે નવ મહિનામાં જેટલી લોન લીધી હતી, તેનાથી 52% વધુ તો જાન્યુઆરીથી માર્ચની વચ્ચે લેવાના છે. કેટલાક રાજ્યોએ એપ્રીલથી ડિસેમ્બર 2022 દરમિયાન કુલ 2.28% લાખ કરોડની લોન લીધી હતી અને જાન્યુઆરી-માર્ચ 2023માં 3.40 લાખ કરોડ રૂપિયાની લોન લેવાની તૈયારીમાં છે. કર્ણાટકે સૌથી વધુ 36 હજાર કરોડની લોન લેશે. ત્યારે રીઝર્વ બેંકના રિપોર્ટમાં આ તસવીર સામે આવી છે.
પંજાબ સૌથી મોટું દેવાદાર
પંજાબ દેશમાં સૌથી મોટું દેવાદાર રાજ્ય છે. તેને જીડીપીના 53.3% સુધી લોન લઈ રાખી છે. રિઝર્વ બેંક મુજબ, કોઈ પણ રાજ્ય પર દેવું તેના જીડીપીના 30% થી વધુ ન હોવું જોઈએ. પરિણામે રાજ્યની આવકની મોટાભાગની રકમ દેવું ચૂકવવામાં જતી રહે છે. પંજાબ અને હરિયાણા તેની કમાણીના 21%નો ભાગ દેવામાં ચૂકવી રહ્યા છે, જે દેશમાં સૌથી વધુ છે.
દેવાનું સૌથી મોટું કારણ ફ્રીની યોજનાઓ
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે કે, આનાથી અન્ય જરૂરી ખર્ચા રોકાઈ જાય છે અને વિકાસ પ્રભાવિત થાય છે. દેવાનું સૌથી મોટું કારણ ફ્રીની યોજનાઓ પણ છે. રાજ્યોએ તેની પર જીડીપીના 1% જ ખર્ચ કરવો જોઈએ. પરંતુ પંજાબ 2.7%, આંધ્ર 2.1% અને મપ્ર-ઝારખંડ 1.5% સુધી કરી રહ્યા છે.
ફ્રીની યોજનાઓના ખર્ચ પર આંધ્ર ટોપ
લોકોને લુભાવવાની યોજનાઓ પર ખર્ચ કરવામાં આંધ્રપ્રદેશ(27,541 કરોડ)સૌથી આગળ છે. મધ્યપ્રદેશ 21 હજાર કરોડ રૂપિયા અને પંજાબ કુલ 17 હજાર કરોડ રૂપિયાની ફ્રી યોજનાઓ ચલાવી રહ્યા છે.
ટેક્સ ઘટયા તો ક્યાંથી લાવશે પૈસા?
કોરોના બાદ માગ વધવાથી રાજ્યોને ખૂબ ટેક્સ મળ્યા છે. પરંતુ આગામી વર્ષે જીડીપી વૃદ્ધિ દર 6%ની આસપાસ રહેશે અને ટેક્સ ઓછું મળશે. ત્યારે આ સ્થિતિમાં વ્યાજની ચૂકવણીનો બોજ ઉઠાવવો મોટો પડકાર હશે. -રજની સિન્હા, મુખ્ય અર્થશાસ્ત્રી, કેયર રેટિંગ્સ ઈન્ડિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.