તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USના પ્રેસિડન્ટની લોકપ્રિયતા ઘટી:અફઘાનિસ્તાનને છોડ્યા પછી રાષ્ટ્રપતિ બાઇડન પર લોકોનો ભરોસો તૂટ્યો, એપ્રૂવલ રેટિંગમાં ભારે ઘટાડો

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • જો બાઇડનનું રેટિંગ 43 ટકા પર આવી ગયું
  • મોટા ભાગના અમેરિકનોએ જો બાઇડનની વિદેશનીતિની નિંદા કરી

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવવા અને તાલિબાનના શાસન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રત્યે લોકોએ નારાજગી જાહેર કરી છે. રાષ્ટ્રપતિના આ નિર્ણયનો અમેરિકા સહિત વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડનનું એપ્રૂવલ રેટિંગ ઘટી રહ્યું છે. એ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો પરત ફર્યા પછી અત્યારસુધીમાં સૌથી નીચલા સ્તર પર છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો અને 31 ઓગસ્ટ સુધી અમેરિકાએ પોતાના તમામ સૈનિકો અને નાગરિકોને સુરક્ષિત રીતે ત્યાંથી કાઢી લીધા છે.

જો બાઇડનનું રેટિંગ 43 ટકા પર આવી ગયું
બે ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું રેટિંગ 43 ટકા પર આવી ગયું છે. જે રાષ્ટ્રપતિ બન્યા પછી સૌથી નીચલા સ્તરે છે. મોટા ભાગના અમેરિકનોએ જો બાઈડનની વિદેશનીતિની નિંદા કરી છે. આ સિવાય તેમણે અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને બોલાવી લેવાને લઈને બાઈડનની ભૂમિકાને નિષ્ફળ ગણાવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાધ્યું નિશાન
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોને પરત બોલાવી લેવાને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડન પર નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે બાઈડનનો આ નિર્ણય યોગ્ય નથી. જ્યારે બાઈડને અમેરિકાની સેના અને રાષ્ટ્રહિતમાં આ નિર્ણય લીધો હતો.

બાઇડનના આ નિર્ણયની વિરુદ્ધ છે લોકો
રાષ્ટ્રપતિ બાઇડનના આ નિર્ણયની વિરોધમાં માત્ર રાજકીય પક્ષો જ નથી. અમેરિકાની સેનાના પૂર્વ અધિકારીઓએ પણ આ અંગે વિરોધ કર્યો હતો. પૂર્વ અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતા પર સેનાના જવાનો અને અધિકારીઓનાં રાજીનામાંની માગ કરી છે. લેફ્ટિનન્ટ જનરલ વિલિયમ જેરીએ કહ્યું હતું કે આ સંપૂર્ણ રીતે વ્હાઈટ હાઉસ, વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયની નિષ્ફળતા છે.