તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલ્થ ક્રિએશનમાં રોકેટ જેવી તેજી:ટેસ્લાના ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડ્યા

ન્યુયોર્ક19 દિવસ પહેલા
  • કૉપી લિંક
49 વર્ષના મસ્કની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં આશરે છ ગણી વધી છે-ફાઈલ ફોટો - Divya Bhaskar
49 વર્ષના મસ્કની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં આશરે છ ગણી વધી છે-ફાઈલ ફોટો
  • ટેસ્લાના શેરનો ભાવ ઊંચકાતાં ગુરુવારે મસ્કની નેટવર્થ 188.5 અબજ ડોલર

ટેસ્લા અને સ્પેસ એક્સના પ્રમોટર ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ ગુરુવારે 188.5 અબજ ડોલર થઇ ગઇ. ટેસ્લાના શેરના ભાવમાં ગુરુવારે આવેલી તેજીએ મસ્કને વિશ્વના ધનપતિઓની યાદીમાં ટોચ પર પહોંચાડી દીધા. બુધવાર સુધી યાદીમાં મોખરે રહેલા અમેઝોનના પ્રમોટર જેફ બેઝોસ બીજા ક્રમે આવી ગયા. બુધવારે બેઝોસની નેટવર્થ 184 અબજ અને મસ્કની 181.1 અબજ ડોલર હતી. બેઝોસ ઓક્ટોબર, 2017થી ટોચ પર હતા.

એમેઝોનના પ્રમોટર જેફ બેજોસ નંબર-2 પર
શ્રીમંતોની યાદીમાં બુધવાર સુધી સૌથી આગળ રહેલા એમેઝોનના પ્રમોટર જેફ બેજોસ બીજા સ્થાન પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ પ્રમાણે બુધવારે બેજોસની નેટવર્થ 184 અબજ ડોલર અને મસ્કની નેટવર્થ 181.1 અબજ ડોલર હતી. બેજોસ વર્ષ 2017થી વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં પ્રથમ સ્થાન પર યથાવત રહી હતી.

એક વર્ષમાં મસ્કની નેટવર્થ છ ઘણી વધી છે
49 વર્ષના મસ્કની નેટવર્થ છેલ્લા એક વર્ષમાં આશરે છ ગણી વધી છે. એક વર્ષ અગાઉ મસ્કની નેટવર્થ આશરે 30 અબજ ડોલર હતી. તેમા એક વર્ષમાં 150 અબજ ડોલરથી વધારે વધી ગઈ છે. તે ઈતિહાસમાં સૌથી ઝડપી વેલ્થ ક્રિએશન છે. આ સમય ગાળા દરમિયાન ટેલ્સાના શેરની કિંમતમાં આશરે 750 ટકા વધારો થયો છે.

મસ્ક પાસે ટેસ્લાના 20 ટકા શેર છે
એલન મસ્ક પાસે ટેલ્સાના 20 ટકા શેર છે. આ ઉપરાંત તેમણે ઈસોપ મારફતે 2012 અને 2018માં કેટલાક શેર મળ્યા. તેની વેલ્યુ પણ અત્યારે આશરે 40 અબજ ડોલર છે. જોકે, મસ્કનું કહેવું છે કે પૈસામાં તેમને કોઈ રસ નથી. ટેસ્લા અને સ્પેસએક્સમાં હિસ્સેદારી ઉપરાંત તેમની પાસે કોઈ સંપત્તિ નથી.

શાનશાન બફેટને પણ પાછળ છોડીને છઠ્ઠા ક્રમે પહોંચ્યા
ચીનના ઝોંગ શાનશાને નેટવર્થ મામલે વોરન બફેટને પાછળ છોડી દીધા છે. તેઓ હવે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક શખસ છે. બોટલ્ડ વૉટર વેચતી તેમની કંપની નોંગફૂ સ્પ્રિંગના શેરના ભાવ ઊંચકાતાં તેમની નેટવર્થ 15.2 અબજ ડોલર વધી છે. તેઓ ગયા અઠવાડિયે મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક શખસ બન્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser