• Gujarati News
  • Business
  • Base Of Organized Retail Sector And Global Corporates In Tier 2 Cities For Business Growth

બિઝનેસ મળવાની આશા:વેપાર વૃદ્ધિ માટે સંગઠિત રિટેલ સેક્ટર અને ગ્લોબલ કોર્પોરેટ્સના ટિયર-2 શહેરોમાં ધામા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછા ખર્ચમાં શ્રેષ્ઠ સુવિધાઓને કારણે ટિયર-2 શહેરોમાં કંપનીઓની મોટા પાયે વિસ્તરણ યોજના

દેશના આર્થિક વિકાસમાં ઇન્દોર, જયપુર અને અમદાવાદ જેવા ટિઅર-2 શહેરોનું યોગદાન ઝડપી ગતિએ વધી રહ્યું છે. આ શહેરોમાં સંગઠિત રિટેલ સેક્ટરના વિસ્તરણ ઉપરાંત દિગ્ગજ કંપનીઓ પણ પોતાની ઓફિસ ખોલી રહી છે.

અમેરિકન કોમર્શિયલ રિયલ એસ્ટેટ સર્વિસીઝ ફર્મ CBRE અનુસાર, છેલ્લા એક વર્ષમાં વુડન સ્ટ્રીટ, બરકેનસ્ટૉક, બીબા, યૂનિક્લો, ટિમ હોર્ટન્સ અને આદિત્ય બિરલા ફેશન જેવી બ્રાન્ડ્સ ટિઅર-2 શહેરોમાં સ્ટોર ખોલી રહી છે. અનેક અન્ય બ્રાન્ડ્સ પણ મધ્યમ કદના શહેરોમાં વિસ્તરણની યોજના બનાવી રહી છે.

આ જ કારણસર વર્ષ 2022ના પહેલા છ મહિના દરમિયાન ચંડીગઢ, જયપુર, કોચી, અમદાવાદ, લખનઉ અને ઇન્દોરમાં પાંચથી વધુ ફલેક્સ ઓપરેટર છે. આ ઑપરેટર્સ દરરોજ જાળવણી, વેરહાઉસિંગ અને ક્વોલિટી કંટ્રોલ જેવા મામલે કંપનીઓની મદદ કરે છે.

આ કારણસર ટિયર-2 શહેરો બન્યા વિસ્તરણ માટેનું કેન્દ્ર

  • કંપનીઓ કર્મચારીઓને તેમના વતનમાં ઓફિસ ઉપલબ્ધ કરાવી રહી છે.
  • મોટી કંપનીઓના વિસ્તરણથી રિટેરલોને પણ નવો બિઝનેસ મળવાની આશા જાગી છે.
  • આવા શહેરોમાં મહાનગરોના મુકાબલે જીવનનિર્વાહનો ખર્ચ ઓછો હોય છે.
  • મોટા ભાગના ટિઅર-2 શહેરોમાં સ્વાસ્થ્ય-શિક્ષણની સારી સેવા ઉપલબ્ધ છે.

તાજેતરના વર્ષોમાં આ ચાર મોટા ડેવલપમેન્ટ

  • સેઝ અને અન્ય એમ બંને પ્રકારના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ યુનિટ ખુલ્યા
  • સરેરાશ માસિક ભાડુ 30-40થી લઇને 60-80 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ
  • મોટા ભાગના શહેરોમાં ઑફિસ અને હાઉસિંગ કોમ્પ્લેક્સનો ઝડપી વિકાસ થયો
  • ઇન્ડસ્ટ્રીયલ હબ, મોલ તેમજ વેરહાઉસનું ઝડપી વિસ્તરણ શક્ય બન્યું

ઑફિસ પ્રોપર્ટીની જોરદાર માંગ
દેશના લગભગ દરેક મુખ્ય ડેવલપર્સ ટિઅર-2 શહેરમાં કોર્મશિયલ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છે. સ્થાનિક અને વૈશ્વિક કોર્પોરેટ્સ તરફથી જોરદાર માંગને કારણે આ શક્ય બન્યું છે. સ્ટાર્ટઅપ્સ અને ટેક કંપનીઓ તેમાં સામેલ છે. - રામ ચંદનાની, એમડી(એડવાઇઝરી એન્ડ ટ્રાન્ઝેક્શન્સ સર્વિસીઝ), CBRE ઇન્ડિયા

અન્ય સમાચારો પણ છે...