નવો ટ્રેન્ડ:ચીનમાં જ પ્રતિબંધિત ચીની કંપનીઓ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડ ફેલાવી રહી છે

ન્યુયોર્ક17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ટેક્સ લાગુ થતાં ક્રિપ્ટો રોકાણકારો શિફ્ટ થયા
  • વિદેશી કંપનીઓ એપના માધ્યમથી રોકાણ કરાવી ભારતમાં ટેક્સચોરી કરે છે

ભારતમાં ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને પ્રોત્સાહન ન આપવા માટે તેનાથી થતી આવક પર 1 એપ્રિલથી 30% ટેક્સ અને 1 જુલાઈથી 1% ટીડીએસ કાપવામાં આવી રહ્યો છે. તેના બાદથી દેશમાં ચાલતા પ્લેટફોર્મ પર ક્રિપ્ટોનું દરરોજ થતું ટ્રેડિંગ 90% સુધી ઘટી ગયું છે. જોકે આ દરમિયાન નવો ટ્રેન્ડ સામે આવ્યો છે.

આશરે અઢી મહિનામાં દેશના અનેક રોકાણકારો ચીની એક્સચેન્જ પર શિફ્ટ થઈ ગયા છે. માર્કેટ ઈન્ટેલિજન્સ ફર્મ સેન્ટર ટાવરનો ડેટા જણાવે છે કે ચીનમાં પ્રતિબંધિત ચીની મૂળના સંસ્થાપકની કંપની બાઈનાન્સ હોલ્ડિંગ્સના ઓગસ્ટમાં ભારતમાં ડાઉનલોડ વધીને 4.29 લાખ થઈ ગયા. આ તેના હરીફ એક્સચેન્જ કોઈનડીસીએક્સથી ત્રણ ગણાં છે. આટલું જ નહીં જુલાઈના મુકાબલે ઓગસ્ટમાં બાઈનાન્સ જ સૌથી વધુ ડાઉનલોડ કરાઈ હતી.

દુનિયાનું સૌથી મોટું ક્રિપ્ટો એક્સચેન્જ ભારતીય બજારમાં આગળ નીકળી ગયું, જોકે અન્ય હરીફ ટેક્સમાં ભારે વધારા અને પૈસાની સુગમ અવર-જવર ન હોવાથી ધરાશાયી થવાની અણીએ છે. બાઈનાન્સના સંસ્થાપક ચાંગપેંગ ઝાઓએ ઓછી ફી અને અનેક ઓફરના માધ્યમથી હરીફ પ્લેટફોર્મથી પાછળ કરી દીધા છે એટલા માટે રોકાણકારો ટેક્સચોરી માટે આ પ્લેટફોર્મ પર જવા લાગ્યા છે. ટેક્સ નિયમોને કારણે ઓળખ ગુપ્ત રાખવાની શરતે અનેક રોકાણકારો જણાવે છે કે ભારતના ક્રિપ્ટો એક્સચેન્જ ટેક્સ કાપવા લાગ્યા છે, જોકે બાઈનાન્સ અને એફટીએક્સ આવું નથી કરી રહ્યા.

સ્વિટ્ઝર્લેન્ડની સેબા બેન્ક એજીના ભારતીય એકમ સેબા ઈન્ડિયાના સીઈઓ રોહન મિશ્રા કહે છે કે ટેક્સ નિયમોમાં સ્પષ્ટતા નથી કે 1% ટીડીએસ ફ્યૂચર સંબંધિત ક્રિપ્ટો ડેરિવેટિવની લેવડ-દેવડ પર લાગુ થશે કે નહીં, જેમ કે સ્પોટ લેવડ-દેવડ પર લાગુ થાય છે. ટેક્સ વસૂલવાના સવાલ પર બાઈનાન્સના પ્રવક્તાએ કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. જોકે નાણા મંત્રાલયે ઇમેલનો કોઈ જવાબ નથી આપ્યો.

બાઈનાન્સ : કેમેન આઈલેન્ડમાં રજિસ્ટર્ડ, હવે માલ્ટા, બર્મુડા, સિંગાપોરથી ઓપરેટ થાય છે
ચીનમાં સ્થાપિત બાઈનાન્સ પર ચીનમાં પ્રતિબંધ છે. ચીને 2017માં ક્રિપ્ટો ટ્રેડિંગ પર બેન મૂકી દીધો હતો. 2021માં તેણે કડકાઈ વધારી. તેના બાદથી બાઈનાન્સ કેમેન આઈલેન્ડમાં રજિસ્ટર્ડ છે અને માલ્ટા, સિંગાપોર, બર્મુડાથી ઓપરેટ કરી રહી છે. ચીનના લોકોને બાઈનાન્સમાં એકાઉન્ટ ખોલવાની મંજૂરી નથી.

અન્ય સમાચારો પણ છે...