બેન્ક એફડીના વ્યાજદરો હજુ વધી શકે છે. કેટલીક બેન્કોએ તેના સંકેત આપ્યા છે. અત્યારે બેન્કો ખાતાધારકોને 7-8% વ્યાજદર ઑફર કરે છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇના ચેરમેન દિનેશ કુમાર ખારાએ તાજેતરમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરતા કહ્યું કે અમારે ખાતાધારકોના હિતોને પણ ધ્યાનમાં રાખવાના હોય છે. છેલ્લા છ મહિનામાં અમે કેટલીક ટર્મ ડિપોઝિટના વ્યાજદરો વધાર્યા છે. આગળ પણ અમારી રણનીતિ આ જ રહેશે.
આ કારણસર બેન્કો એફડીના દરો વધારશે
1. RBI બેન્કિંગ સિસ્ટમમાંથી સતત વધારાની રોકડ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે, પરિણામે બેન્કોનું ફોકસ વ્યાજદરો પર છે.
2. ડિપૉઝિટ ગ્રોથ સતત લોન ગ્રોથથી ઓછો છે. 21 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં લોન ગ્રોથ 16%, જ્યારે ડિપોઝિટ ગ્રોથ 10.02% રહ્યો હતો.
3. બેન્કોનો ક્રેડિટ-ટૂ-ડિપૉઝિટ રેશ્યો 21 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વધીને 75.7% થઇ ગયો છે.
4. સરકારી, ખાનગી, શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેન્કોના આઉટસ્ટેન્ડિંગ ડિપોઝિટ રેટ્સ અનુક્રમે 0.18%, 0.17% વધ્યા છે.
10% ગ્રોથ 15% ક્રેડિટ ગ્રોથ અપર્યાપ્ત
ક્રિસિલના ચીફ રેટિંગ્સ ઑફિસર કૃષ્ણન સીતારમને કહ્યું કે ડિપોઝિટના દર વધારવા માટે હજુ પણ અવકાશ છે. નવા નાણાકીય વર્ષમાં લોનની મજબૂત માંગ યથાવત્ રહેવાની આશા છે. આ દૃષ્ટિએ ડિપોઝિટ ગ્રોથમાં 10%ની વૃદ્ધિ અને 15% ક્રેડિટ ગ્રોથ પૂર્ણ કરવા માટે પર્યાપ્ત નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.