ડાયરેક્ટ ટેક્સના દિશાનિર્દેશ:એક્સિસ, ICICI સહિતની બેંકોમાંથી ટેક્સ ભરાશે નહીં

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલટીએએસ પરથી ગ્રાહકોએ સ્વિચ થવું પડશે
  • ​​​​​​​

જો તમે આવકવેરાની ચૂકવણી ઓનલાઈન કરતા હોવ, તો તમારે બેંકમાં જઈને જાણી લેવું પડશે કે, હવે તમે ત્યાંથી આવકવેરાની ચૂકવણી કરી શકો છો કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ બોર્ડના દિશાનિર્દેશ પ્રમાણે, હવે અનેક બેંકોને ટિન એનએસડીએલ વેબસાઇટ પર ‘એલટીએએસ ઇ-પેમેન્ટ ઓફ ટેક્સ’ સુવિધા પરથી સ્વિચ થવું પડશે.

ઇન્ટરનેટ બેન્કિંગ અને કાઉન્ટર પર ડાયરેક્ટ ટેક્સના સંગ્રહ મુદ્દે નવા ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર CPC 2.0 - TIN 2.0 નામની નવી પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ છે. તેમાં પોર્ટલ પર જ ઇ-પે ટેક્સ વિન્ડોની સર્વિસના માધ્યમથી ટેક્સ પેમેન્ટની મંજૂરી મળી રહી છે.

આ ઉપરાંત કેટલીક ખાસ બેંકોના ગ્રાહકો કે જે એનએસડીએલ વેબસાઇટથી આ સિસ્ટમમાં આવ્યા છે, તેમણે હવે પોતાનો આવકવેરો ચૂકવવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના દિશાનિર્દેશથી ગ્રાહકોને કેટલીક તકલીફો પડે તેવી શક્યતા છે.

આ બેંકોમાંથી ટેક્સ નહીં ભરી શકાય
એક્સિસ, સેન્ટ્રલ બેંક, આઈસીઆઈસીઆઈ, કરુર વૈશ્ય, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા, ઇન્ડિયન ઓવરસીઝ, બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા અને ઇન્ડિયન બેંક.

અન્ય સમાચારો પણ છે...