NPA વધવાનો અંદાજ:બેન્કોની ગ્રોસ NPA 9% સુધી વધશે રિસ્ટ્રક્ચરિંગ સુવિધા ક્રેડિટ સુધારશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેન્કોની ગ્રોસ એનપીએ ચાલુ નાણાકીય વર્ષમાં 8થી9 ટકા વધવાનો અંદાજ ક્રિસિલે વ્યક્ત કર્યો છે. જો કે, નાણાકીય વર્ષ 2017-18ના 11.2 ટકા સ્તર સામે ઘટશે. કોવિડ-19 મહામારીમાં ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ, રિસ્ટ્રક્ચરિંગ સુવિધાઓ જેવા રાહત પગલાંઓના કારણે બેન્કોની ગ્રોસ એનપીએમાં ઘટાડો નોંધાશે.

ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત બેન્ક ક્રેડિટના 2 ટકા તણાવગ્રસ્ત સંપત્તિનું રિસ્ટ્રક્ચરિંગ થવાની શક્યતાં સાથે 10થી 11 ટકા સુધી પહોંચવાનો આશાવાદ છે. નાણાકીય વર્ષના અંત સુધીમાં નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (એનએઆરસીએલ) દ્વારા પ્રથમ રાઉન્ડમાં 90,000 કરોડ રૂપિયાની એનપીએનું સંચાલન થશે. જે કોર્પોરેટ સેગમેન્ટ સ્થિતિસ્થાપક્તા વધારશે. પાંચ વર્ષ અગાઉ એસેટ ક્વોલિટી રિવન્યુ દરમિયાન કોર્પોરેટ પોર્ટફોલિયોમાં તણાવગ્રસ્ત સંપત્તિનો મોટો હિસ્સો અલગ તારવવામાં આવ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની બીજી લહેરની માઠી અસરો જોવા મળી હતી. જો કે, મજબૂત રિકવરી શરૂ થઈ ચૂકી છે. ચોમાસુ શરૂ થતાં અને રોજગારીમાં વધારો થતાં કૃષિ સેગમેન્ટમાં એનપીએ સ્થિર રહેવાની શક્યતાં છે.

ક્રિસિલ ડિરેક્ટર શુભા નારાયણે જણાવ્યું હતુ કે, રિસ્ટ્રક્ચર્ડ પોર્ટફોલિયોના પર્ફોર્મન્સને નજીકથી મોનિટરિંગ કરવાની જરૂર પડશે, આ વર્ષે રિસ્ટ્રક્ચર્ડ બુકમાંથી સ્લિપેજ ઓછી થવાની ધારણા છે. આ અંદાજ ચાલુ નાણાકીય વર્ષમાં 9.5 ટકા જીડીપી વૃદ્ધિ અને કોર્પોરેટ ક્રેડિટ ગુણવત્તામાં સતત સુધારા પર અનુમાનિત છે.

રિટેલ-એમએસએમઈમાં સ્ટ્રેસ્ડ એસેટ્સ વધશે
એજન્સીના સિનિયર ડિરેક્ટર અને ડેપ્યુટી ચીફ રેટિંગ ઓફિસર કૃષ્ણન સીતારામને અહેવાલમાં જણાવ્યું હતું કે, રિટેલ અને એમએસએમઇ સેગમેન્ટ્સ 40 ટકા બેન્ક ક્રેડિટ ધરાવે છે, જેમાં એનપીએ અને સ્ટ્રેસ્ડ એસેટ્સમાં વધારો જોવા મળશે. બંને સેગમેન્ટમાં સ્ટ્રેસ્ડ એસેટ્સ 4-5 ટકા અને 17-18 ટકા વધવાની ભીતિ છે. રિટેલ અને એમએસએમઈ દેવાદારો મહામારીમાંથી બહાર આવ્યાં છે.

કોર્પોરેટ્સની બેલેન્સશીટ પણ મજબૂત બનતાં એનપીએ ઘટાડવામાં મદદરૂપ બનશે. કોર્પોરેટ સેગમેન્ટની તણાવગ્રસ્ત લોનના 1 ટકા રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે. કોર્પોરેટ એનપીએની રેન્જ આ વર્ષે 9થી 10 ટકા રહેશે.

અન્ય સમાચારો પણ છે...