તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:મહામારીથી બેન્કોની ગ્રોસ NPA માર્ચમાં વધી 9.8 ટકા થઈ: RBI

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની બીજી લહેરમાં આર્થિક નુકસાન થતાં બેન્કોની ગ્રોસ એનપીએ માર્ચમાં વધી 9.8 ટકા નોંધાઈ છે. જે ગતવર્ષે 7.48 ટકા હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્રારા જારી ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર, તણાવગ્રસ્ત માહોલ વચ્ચે આગામી સમયમાં બેન્કોની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ્સ વધી 11.22 ટકા થવાની શક્યતા છે. માઈક્રો સેક્ટરમાં ઈએમઆઈની ચૂકવણીમાં વિલંબ મુદ્દે પ્રેશર વધ્યુ છે. પરિણામે બેન્કોની ગ્રોસ એનપીએ માર્ચ,2021માં 7.48 ટકાથી વધી માર્ચ, 2022માં 9.80 ટકા થવાની ભીતિ છે.

જો કે, બેન્કો પાસે એકંદરે અને વ્યક્તિગત સ્તરે પર્યાપ્ત મૂડી છે. જાન્યુઆરીમાં રજૂ કરવામાં એફએસઆરમાં જણાવ્યુ હતુ કે, બેઝ લાઈન માપદંડો અંતર્ગત સપ્ટેમ્બર, 2021 સુધી જીએનપીએ વધી 13.5 ટકા થશે. જે 22 વર્ષની ટોચે પહોંચશે. સરકારી બેન્કોની ગ્રોસ એનપીએ માર્ચમાં 9.54 ટકાથી વધી આગામી વર્ષે માર્ચમાં 12.52 ટકા થશે. ખાનગી સેક્ટરની બેન્કોમાં જીએનપીએ 5.82 ટકાથી વધી 6.04 ટકા રહી છે.

અન્ય સમાચારો પણ છે...