દેશના અર્થતંત્રમાં રિકવરી તેમજ મજબૂત બેલેન્સ શીટને કારણે ચાલુ નાણાકીય વર્ષે ધિરાણકર્તાઓ તેમની ક્રેડિટમાં 15 ટકાની વૃદ્વિની અપેક્ષા સેવી રહ્યા છે. અત્યાર સુધી ક્રેડિટ ગ્રોથ 18 ટકાના સ્તરે રહ્યો છે, જે દાયકાના સર્વાધિક સ્તરે છે. મોટી બેન્કોમાં અત્યારે કોર્પોરેટ સેક્ટર મૂડી ખર્ચ તેમજ કાર્યકારી મૂડીની માગ માટે ઘસારો કરી રહ્યાં છે. અર્થતંત્રમાં મજબૂત માગને કારણે આ શક્ય બન્યું છે. ક્રિસિલ અનુસાર દેશમાં બીજા ક્વાર્ટર દરમિયાન SBIએ 20 ટકાના ગ્રોથ સાથે સૌથી વધુ કોર્પોરેટ લોન વેચાણ નોંધાવ્યું છે અને ખાનગી ક્ષેત્રની બેન્ક સહિતના અન્ય ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે.
બેન્કની ક્રેડિટ નાણાકીય વર્ષ 2023 અને 2024માં 15 ટકાના વાર્ષિક સ્તરે વધી રહી છે. આ નાણાકીય વર્ષે 7 ટકાના આર્થિક વૃદ્વિદરના અનુમાન તેમજ સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ, ઉચ્ચ કાર્યકારી મૂડીની માગ અને ડેટ કેપિટલ માર્કેટ બોરોઇંગ્સને કારણે ક્રેડિટને વેગ મળવાની ધારણા પર એજન્સીનું આ અનુમાન આધારિત છે. આગામી નાણાકીય વર્ષે આર્થિક વૃદ્વિદર 6 ટકાની આસપાસ અથવા તેનાથી નીચે રહી શકે છે, જેને કારણે ક્રેડિટ માગ પર તેની મર્યાદિત અસર જોવા મળશે.
છેલ્લા 4-5 વર્ષમાં એસેટ ગુણવત્તાને લઇને રહેલા પડકારોને કારણે ગ્રોસ NPAમાં વધારો થયો હતો, જેને કારણે RBIએ અનેક બેન્કોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ફ્રેમવર્ક હેઠળ રાખી હતી અને મર્યાદિત કેપિટલને કારણે ક્રેડિટ ગ્રોથનું વિસ્તરણ પણ શક્ય બન્યું ન હતું, ખાસ કરીને પબ્લિક સેક્ટર બેન્કોનો ક્રેડિટ ગ્રોથ ઘટ્યો હતો. જો કે હવે કેટલીક અડચણો દૂર થતા તેમજ મજબૂત બેલેન્સ શીટ તેમજ ઇક્વિટી પ્રવાહ ઠલવાતા રાજ્ય હસ્તકની બેન્કો હવે ઉચ્ચ ગ્રોથ તરફ ફોકસ કરી રહી છે.
પરિણામે, આ નાણાકીય વર્ષે તેઓનો ક્રેડિટ ગ્રોથ 12 ટકા જોવા મળ્યો છે અને પ્રાઇવેટ સેક્ટર બેન્કનો ક્રેડિટ ગ્રોથ તેનાથી ઓછો જોવા મળ્યો છે. આ વર્ષે રિટેલ તેમજ MSME સેગમેન્ટને કારણે ક્રેડિટ વૃદ્વિને વેગ મળશે જ્યારે આગામી નાણાકીય વર્ષે કોર્પોરેટ ક્રેડિટ તેમાં નોંધપાત્ર યોગદાન આપશે. અર્થતંત્રમાં મજબૂત માગને કારણે આ શક્ય બન્યું છે.
ક્રિસિલ અનુસાર દેશમાં બીજા ક્વાર્ટર દરમિયાન SBIએ 20 ટકાના ગ્રોથ સાથે સૌથી વધુ કોર્પોરેટ લોન વેચાણ નોંધાવ્યું છે અને ખાનગી ક્ષેત્રની બેન્ક સહિતના અન્ય ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે આર્થિક કટોકટીનું વર્ષ રહ્યું છે પરંતુ દેશમાં મજબૂત ડિમાન્ડના કારણે બેન્કિંગ સેક્ટરનો ગ્રોથ પોઝિટીવ જોવા મળ્યો છે. આગામી એકાદ ક્વાર્ટર હજુ ગ્રોથ પોઝિટિવ રહે તેવી શક્યતા છે.
2024 સુધીમાં કોર્પોરેટ ક્રેડિટ 12%ના દરે વૃદ્વિ પામશે
બેન્કોની સરેરાશ ક્રેડિટમાં 45 ટકાનું યોગદાન ધરાવતી કોર્પોરે ક્રેડિટ વર્ષ 2024 સુધીમાં 10-12 ટકાના દરે વૃદ્વિ પામશે. જે નાણાકીય વર્ષ 2019 અને 2022ની વચ્ચે માત્ર 3 ટકાની આસપાસ રહી હતી. આ વર્ષે ઉચ્ચ ફુગાવો તેમજ બોન્ડ માર્કેટમાંથી બેન્ક લોન તરફ ઝોકને કારણે વધુ કાર્યકારી મૂડીની જરૂરિયાત ઉભી થતા કોર્પોરેટ લોન બુકને વેગ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.