તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Banking Regulation (Amendment) Bill, 2020 Passed In Lok Sabha, Finance Minister Says Some Banks Are Not In Good Condition

બેન્કિંગ સેક્ટર:લોકસભામાં બેન્કિંગ નિયમન (સુધારા) વિધેયક,2020 પસાર થયું, નાણામંત્રીએ કહ્યું- કેટલીક બેન્કોની સ્થિતિ સારી નથી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો). - Divya Bhaskar
નાણામંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો).

લોકસભામાં આજે બેન્કિંગ નિયમન સુધારા વિધેયક,2020 પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં નાણામંત્રીએ કહ્યું કે બેન્કિંગ નિયમન (સુધારા) વિધેયક સહકારી બેન્કોને નિયંત્રિત કરી શકતું નથી.
આ સુધારા વિધેયક સહકારી બેન્કોને હસ્તગત કરવા માટે નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે આ સુધારા વિધેયક સહકારી બેન્કોને હસ્તગત કરવા માટે લાવવામાં આવ્યું નથી. આ પ્રથમ વખત નથી કે RBIને કેટલીક સત્તા આપવા માટે નિયમન થઈ રહ્યું છે. લોકસભામાં નાણામંત્રીએ કહ્યું હતું કે કેટલીક બેન્કોની સ્થિતિ સારી નથી.
277 સહકારી બેન્કોની આર્થિક સ્થિતિ સારી નથી
તેમણે કહ્યું હતું કે 277 સહકારી બેન્કોની આર્થિક સ્થિતિ સારી નથી. બીજી બાજુ, 152 કો-ઓપરેટિવ બેન્ક લઘુતમ નિયમન માટે આવશ્યક મૂડીને લગતા નિયમોનું પાલન કરવાની સ્થિતિમાં નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે 47 બેન્કોની નેટવર્થ નેગેટિવ છે. 328 શહેરની સહકારી બેન્કોની NPA 15 ટકાથી વધારે છે.

જમાકર્તાની સુરક્ષા માટે આ સુધારો કરાયો
નાણામંત્રીએ કહ્યું હતું કે અમે જમાકર્તાની સુરક્ષા માટે આ સુધારા વિધેયક રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. બેન્કોમાં કેટલીક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિને પગલે જમાકર્તાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં આ સુધારો અસરકારક સાબિત થઈ શકે છે.
સત્રના પહેલા દિવસે વિધેયકને પાછું ખેંચ્યું હતું
સત્રના પહેલા દિવસે સીતારમણે એમ કહીને પાછું ખેંચ્યું હતું કે ભારતીય રિઝર્વ બેન્કને સંકટગ્રસ્ત સહકારી બેન્કોના પુનઃગઠનની તક આપવા માટે કેટલીક નવી બાબતને જોડવા માટે પાછી લીધી છે, જે ખૂબ જ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર સમયે આ વર્ષ 3 માર્ચના રોજ વિધેયક પસાર કરવામાં આવ્યુ હતું. બાદમાં એક વટહુકમ પસાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...