વૈશ્વિક બજારો સાથે તાલ મિલાવવા માટે ભારતે પણ વ્યાજદર વધારવા પડશે તે નક્કી છે. અમેરિકા વ્યાજદર વધારીને 6 ટકા સુધી લઇ જવાની વાત છે ત્યારે ભારતમાં પણ આગળ જતા 0.25-0.50 bpsનો વધારો સંભવ છે. વૈશ્વિક જિયો પોલિટિકલ ઇશ્યુ, વ્યાજ વધારો છતાં દેશનો જીડીપી ગ્રોથ આ વર્ષના અંતે સાત ટકા રહેશે.
ભારત આ વિપરીત કારણોને પચાવી જવાની ક્ષમતા ધરાવે છે તેવો નિર્દેશ કોટક મહિન્દ્રા બેન્ક લિ.ના હોલ-ટાઇમ ડિરેક્ટર શાંતી એકમબરમે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે જો વ્યાજદરમાં 0.50 ટકાથી વધુનો વધારો નહીં થાય તો કોર્પોરેટ સેક્ટર તેને પચાવી લેશે. હજી સુધી કોર્પોરેટ સેક્ટરનો કેપિટલ કોસ્ટ અંકુશમાં રહ્યો છે. ઉદ્યોગનો ક્રેડિટ ગ્રોથ 16 ટકાનો રહ્યો છે, જે આગામી મહિનાઓમાં જળવાશે.
ગુજરાતમાં કુલ લોન બુકમાં MSMEનો 40% હિસ્સો
કોટક બેન્કની ગુજરાતમાં લોન બુક રૂ.37,000 કરોડની રહી છે, જેમાં એમએસએમઈ સેગ્મેન્ટનો હિસ્સો 40 ટકા રહ્યો છે. જ્યારે ગુજરાતમાં સીડીઆર રેશિયો 124 ટકા છે. બેન્ક આગામી કેટલાક મહિનામાં વર્તમાન 184 બ્રાંન્ચની સંખ્યામાં 12થી 15નો વધારો કરવા માગે છે. બેન્કની કુલ બ્રાન્ચની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 11 ટકા છે તો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત ત્રીજો મોટો હિસ્સો ધરાવે છે.
મહિલાઓને પ્રોત્સાહન આપવા શિલ્પકૃતિનું અનાવરણ
8 માર્ચના રોજ આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે ગિફ્ટ સિટી ખાતે ખાસ શિલ્પકૃતિ ખુલ્લુ મુકી છે. મેરી ઊડાન, મેરી પહેચાન- શિર્ષક ધરાવતુ 21 ફૂટ ઊંચી શિલ્પકૃતિ આત્મનિર્ભર ભારતીય મહિલાઓની અદમ્ય ભાવનાને સલામ કરે છે અને દેશભરની મહિલાઓને પ્રેરણા આપવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.