બેન્ક ઓફ ઇન્ડિયા (BOI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર મળનાર વ્યાજમાં વધારો કર્યો છે. બેન્કે 10 જાન્યુઆરી 2023થી 2 કરોડથી ઓછા 444 દિવસની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોને વધાર્યા છે. બેન્ક ઓફ ઇન્ડિયાની તરફથી કરવામાં આવેલા આ વધારા પછી સિનિયર સિટિઝનને દર વર્ષે 0.50%નું વધારે વ્યાજ દરની ભેટ આપવામાં આવી રહી છે.
સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર દર વર્ષે 7.05% વ્યાજ મલશે
બેન્કની વેબસાઇટ અનુસાર આ રિવિઝન બાદ બેન્ક પોતાના જનરલ કસ્ટમર્સ માટે 444 દિવસની સ્પેશિયલ FD પર દર વર્ષે 7.05% વ્યાજ આપી રહી છે. તો સિનિયર સિટિઝન માટે બેન્ક પોતાની 444 દિવસની FD પર 7.55% અને 2થી 5 વર્ષ સુધીના સમય માટેની FD પર દર વર્ષે 7.25%નો વ્યાજ દર આપશે.
જનરલ કસ્ટમર્સ માટે 7 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી અન્ય FD પર વ્યાજ દરો 3%થી 6.75%ની વચ્ચે છે. રિવાઇઝ્ડ વ્યાજ દરો ડોમેસ્ટિક, NRO અને NRE ડિપોઝિટ્સ માટે લાગુ છે.
રેપો રેટમાં વધારા બાદ કેટલીય બેન્કોએ વધાર્યા વ્યાજ દર
BOIની પહેલાં PNB, BOB, ICICI, યસ બેન્ક સહિત કેટલીય બેન્કોએ FD પર વ્યાજ દરોમાં વૃદ્ધિ કરી છે. જણાવી દઇએ કે ગયા વર્ષે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં વધારો કર્યો હતો. રિઝર્વ બેન્કે ગયા વર્ષે એટલે કે 2022ના મેમાં રેપો રેટને વધારવાનું શરૂ કર્યું હતું.
ત્યાર બાદ અત્યાર સુધી RBI રેપો રેટને 2.25% સુધી વધારી ચૂકી છે. ત્યાર બાદ બેન્ક વ્યાજ દરોમાં લગાતાર વધારો કરી રહી છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરે RBIની તરફથી રેપો રેટમાં વૃદ્ધિ પોલિસી મિટિંગ દરમિયાન કરવામાં આવી હતી. RBIએ તે સમયે રેપો રેટને 0.35% વધાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.