ઇકરા રેટિંગ્સ:બેન્કના ડિપોઝિટ રેટ ટૂંકમાં વધે તેવી સંભાવના: રિપોર્ટ

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેડિટ માંગમાં સતત વૃદ્વિ તથા એનપીએમાં ઘટાડાથી

સતત વધતા વ્યાજદરો અને સતત વધતી ક્રેડિટ માંગને કારણે આગામી મહિનાઓમાં બેંકો પર ડિપોઝિટ રેટ્સ વધારવાનું દબાણ વધશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે. ફંડ ઉધાર લેવા માટે બેંકો જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ (CDs)નો ઉપયોગ કરે છે તેમાં પણ સ્થિરતા સાથે વધારો થઇ રહ્યો છે અને તે પણ અત્યારે સર્વોચ્ચ સ્તરે છે.

ઇકરા રેટિંગ્સના વિશ્લેષણમાં આ જાણકારી મળી છે. 1 જુલાઇ, 2022ના રોજ 1.5 ટકાની કુલ ડિપોઝીટ સાથે CDs હજુ પણ જૂન 2011ના સ્તરે પહોંચી નથી જ્યારે તે કુલ ડિપોઝિટના 8.3 ટકાના સ્તરે હતી. હોલસેલ/ઇન્ટરટેસ્ટ રેટ ડિપોઝિટનો વધુ હિસ્સો ધરાવતી બેંકો ફંડિગ કિંમતોમાં વધારાની સાક્ષી બનશે.

છેલ્લા કેટલાક મહિનાથી સતત વધતી ક્રેડિટ માંગને પહોંચી વળવા માટે બેંકોની CDs પરની નિર્ભરતા સતત વધતા CDનું વોલ્યું વાર્ષિક સ્તરે 243 ટકા વધીને રૂ. 2.4 લાખ કરોડના સ્તરે જોવા મળ્યું છે. બોન્ડ યિલ્ડમાં વધારો અને પરિણામે યિલ્ડ અને CDs વચ્ચેના અંતરમાં પણ વધારો થયો છે.

લિક્વિડિટીમાં સતત ઘટાડાના અણસાર
વધતી જતી ક્રેડિટ માંગની વ્યસ્ત સીઝનમાં જ્યારે માર્કેટ પ્રવેશી રહ્યું છે ત્યારે લિક્વિડિટી પણ વધુ ઘટશે અને બીજી તરફ ડિપોઝિટ ગ્રોથને કારણે ક્રેડિટ ગ્રોથમાં વિલંબ જોવા મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં રેપો રેટમાં 60 BPSનો વધારો થઇ શકે છે જેને કારણે તે 5.5 ટકાના સ્તરે પહોંચશે, જેને કારણે ટી-બિલ્સ અપ જેવા અનેકવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર યિલ્ડને પુશ મળશે. જેને કારણે આગામી ત્રણ ક્વાર્ટર દરમિયાન બેંકો પર ડિપોઝિટ રેટ વધારવાનું દબાણ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...