સંતુલન સાધવું પડશે:મેક્રો ઇકોનોમિક સ્થિરતા સાથે ભારત ગ્રોથ માટેની આશાને સંતુલિત કરે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પોલિસીથી પરફોર્મન્સ નોંધપાત્ર રહ્યું

વૈશ્વિક અર્થતંત્ર સામે રહેલા પડકારો વચ્ચે ભારતે મેક્રો-ઇકોનોમિક સ્થિરતા સાથે વૃદ્વિ માટેની આશા માટે પણ સંતુલન સાધવું પડશે તેવું કોટક મહિન્દ્રા બેંકના મેનેજીંગ ડાયરેક્ટર ઉદય કોટકે કહ્યું હતું. શેરધારકોને આપેલા સંદેશમાં કોટકે કહ્યું હતું કે, ભારત સતત વિકાસના માર્ગ પર આગળ વધતું રહેશે.

કોઇપણ વ્યૂહરચનાનું મૂળ તેનું અમલીકરણ છે અને કોઇપણ પડકારજનક માર્ગ પર આગળ વધતા સમયે દરેક પાસે ઉત્સાહની સાથે સતર્કતાનું સંતુલન હોવું પણ એટલું જ આવશ્યક છે. વૈશ્વિક અર્થતંત્રની પ્રવાહિતા, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને ફુગાવો આગામી કેટલાક મહિના માટે બહુવિધ પડકારો ઉભા કરી શકે છે.

દેશ તેના પાડોશીની પસંદગી ના કરી શકે જેને કારણે પણ આગામી સમયમાં કેટલાક પડકારો જોવા મળે તો નવાઇ નહીં. રાજકોષીય ખાધ, ચાલુ ખાતું અને નાણાકીય નીતિ પર સમજદારી એ મુખ્ય જરૂરિયાત છે. વૈશ્વિક પડકારજનક પરબિળો વચ્ચે ભારત સરકારની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નીતિ અને મોટા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણને કારણે ભારતનું પરફોર્મન્સ નોંધપાત્ર રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે ઇકોસિસ્ટમનું નિર્માણ શક્ય બન્યું છે જેમાં ટેક્નોલોજી, એક્સેસ અને એર્ફોડેબિલિટીનો સમન્વય જોવા મળી રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય માર્કેટમાં ઇકોસિસ્ટમ બની છે.

પુનરુત્થાનના સમય વચ્ચે, વૈશ્વિક ઇકોનોમીની અસર, ઇંધણની વધતી કિંમતથી ફુગાવામાં વધારો તેમજ સરળ નાણાંની એક્સેસમાં ઘટાડાને કારણે ખર્ચ અને કોર્પોરેટ ઇન્ડિયાના કેટલાક સેગમેન્ટમાં રોકાણને અસર થઇ હતી.

ચીનમાં લોકડાઉનની અસરને કારણે સપ્લાય ચેઇનના પડકારોને કારણે પુરવઠામાં વિલંબ તેમજ ચીપની વૈશ્વિક સ્તરે અછત સર્જાઇ હતી, જેને કારણે રિકવરી થવામાં વધુ સમય લાગશે. જો કે, આ અડચણોને કારણે અનેક સેક્ટર્સ માટે ભારતને પ્રોક્યુરમેન્ટ સેન્ટર્સ તરીકે જોવા માટેની તક ઉભી થઇ છે.

બેંકના પરફોર્મન્સ વિશે વાત કરતા કોટકે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022 દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 21 ટકાની વૃદ્વિ સાથે રૂ. 12,089 કરોડ રહ્યો હતો. જ્યારે કોન્સોલિડેટેડ સ્તરે FY 2021-22 માટે રિટર્ન ઓફ એસેટ્સ (ROA) 2.36 ટકા રહ્યું હતું. 31 માર્ચ, 2022ના રોજ બેંકની એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) રૂ. 3,82,500 કરોડથી વધુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...