એમેઝોન વિવાદ / બાબા રામદેવે કહ્યું- કંપની માફી માંગે, હમેશાં ભારતના જ દેવતાઓનું અપમાન કેમ થાય છે

Divyabhaskar.com

May 17, 2019, 06:57 PM IST
Baba Ramdev said that the company apologizes, why always insulted the deities of India

  • એમેઝોનની વેબસાઈટ પર હિંદૂ દેવતાઓની ચિત્ર વાળા ટોયલેટ કવર, બુટના વેચાણનો મામલો
  • ટ્વિટર પર લોકોએ બાયકોટ એમેઝોન હેશટેગથી કંપનીની વિરુદ્ધ ચળવળ શરૂ કરી

નવી દિલ્હીઃ અમેઝોનની વેબસાઈટ પર હિંદૂ દેવતાઓના ચિત્ર વાળા ટોયલેટ કવર, બુટ અને ડોરમેટ જેવી વસ્તુઓ વેચવા પર એમેઝોનની નીંદા થઈ રહી છે. પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે કહ્યું કે એમેઝોને માંફી માંગવી જોઈએ. રામદેવે ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે હમેશા ભારતના જ દેવી દેવતીઓનું અપમાન શાં માટે ?

વિરોધમાં લોકોએ મોબાઈલ પરથી એમેઝોન એપ હટાવી

સોશિયલ મીડિયા પર ગુરૂવારથી બાયકોટ એમેઝોન હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. એમેઝોન પર ભગવાન શિવ અને ગણેશની તસ્વીરો વાળા ડોરમેટ વેચવાની તસ્વીરો પ્રકાશમાં આવ્યા બાદ ઘણાં લોકો મોબાઈલમાંથી એમેઝોનની એપ હટાવી રહ્યાં છે. લોકો એક-બીજાને અપીલ કરી રહ્યાં છે કે એમેઝોનનો સાર્વજનિક બાહિષ્કાર કરવામાં આવવો જોઈએ. અગાઉ એમેઝોન પર તિંરગાવાળા ડોરમેટ વેચવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે લોકોએ કંપનીને ચેતવણી આપી હતી.

આપત્તિજનક પ્રોડક્ટ હટાવી રહી છેઃ એમેઝોન

એમેઝોનનું કહેવું છે કે તમામ વિક્રેતાઓએ કંપનીની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ. આમ ન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રોડક્ટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે તેને સ્ટોરમાંથી હટાવવામાં આવી રહી છે.

X
Baba Ramdev said that the company apologizes, why always insulted the deities of India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી