તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઝીમ પ્રેમજી દેશના સૌથી મોટા દાનવીર:અઝીમ પ્રેમજીએ રોજના 22 કરોડ અને વર્ષે 7904 કરોડ રૂપિયા દાન કર્યા, મુકેશ અંબાણી કરતાં 17 ગણા વધુ

નવી દિલ્હી9 મહિનો પહેલા

વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી દેશના દાનવીરોની યાદીમાં પ્રથમ નંબરે રહ્યા છે. ફાઈનાન્સિયલ યર 2020માં તેમણે 7904 કરોડ રૂપિયા દાનમાં આપ્યા, એટલે કે દરરોજ લગભગ 22 કરોડ રૂપિયા દાન કર્યા. પ્રેમજીએ મુકેશ અંબાણીના મુકાબલે 17 ગણું વધુ ડોનેશન આપ્યું. અંબાણીએ આ દરમિયાન 458 કરોડ રૂપિયા ચેરિટીનાં કામો માટે આપ્યાં. હુરુન રિપોર્ટ ઈન્ડિયા અને એેડેલગિવ ફાઉન્ડેશને દેશના દાનવીરોની યાદી મંગળવારે જારી કરી હતી.

પ્રેમજીએ કોરોનાનો સામનો કરવા મદદ માટે મોટું ડોનેશન આપ્યું
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, વિપ્રો અને વિપ્રો એન્ટરપ્રાઈઝીસે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે 1125 કરોડ રૂપિયા દાનમાં આપ્યા, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કોરોનાનો સામનો કરવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહતકોષ અને ગુજરાતના મુખ્યમંત્રી રાહતકોષમાં 500-500 કરોડ આપ્યા હતા.

હુરુન ઈન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે કહ્યું હતું કે અઝીમ પ્રેમજી ભારતમાં ચેરિટીના મામલે આદર્શ છે. તેઓ અન્ય ઉદ્યોગસાહસિકોને પણ દાન આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

શિવ નાદર બીજા, મુકેશ અંબાણી ત્રીજા નંબર પર
ફિલાન્થ્રોપી લિસ્ટમાં પ્રેમજી પછી બીજા નંબરે એચસીએલ ટેકનોલોજીસના ફાઉન્ડર શિવ નાદર છે. તેમણે એક વર્ષમાં 795 કરોડ રૂપિયા દાનમાં આપ્યા, જ્યારે એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 458 કરોડના ડોનેશન સાથે ત્રીજા નંબર પર રહ્યા છે.

કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી ચોથા નંબર પર
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને તેમના પરિવારે એક વર્ષમાં 276 કરોડ દાનમાં આપ્યા. પાંચમા સ્થાને વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ એન્ડ ફેમિલી છે, જેમણે 215 કરોડનું દાન આપ્યું.

ટોપ-10 દાનવીર ભારતીય ઉદ્યોગપતિઓની યાદી

રેન્કનામદાનની રકમ (કરોડ રૂપિયામાં)કંપની
1અઝીમ પ્રેમજી7,904વિપ્રો
2શિવ નાદર795એચસીએલ ટેક્નોલોજી
3મુકેશ અંબાણી458રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
4કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી276આદિત્ય બિરલા ગ્રુપ
5અનિલ અગ્રવાલ એન્ડ ફેમિલી215વેદાંતા ગ્રુપ
6અજય પીરામલ એન્ડ ફેમિલી198પીરામલ
7નંદન નીલેકણી159ઈન્ફોસિસ
8હિંદુજા બ્રધર્સ133હિંદુજા ગ્રુપ
9ગૌતમ અદાણી88અદાણી
10રાહુલ બજાજ એન્ડ ફેમિલી71બજાજ

ઉલ્લેખનીય છે કે દાનની જે રકમ છે એ 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 સુધીની તેમની રોકડ અને રોકડને બરાબરના આધારે આંકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...