તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિક્રમ સંવત 2076નું વર્ષ બૂલિયન રોકાણકારો માટે ફરી એક વખત સુવર્ણ સાબીત થયું છે. એક વર્ષમાં સરેરાશ સોનામાં સરેરાશ 37 ટકા અને ચાંદીમાં 42 ટકાથી વધુ રિટર્ન રહ્યું છે જે રોકાણલક્ષી અન્ય સાધનોની તુલનામાં સૌથી વધુ છે. આગામી નવું વર્ષ વિક્રમ સંવત 2077માં પણ સોના-ચાંદીમાં સારા રિટર્નનો આશાવાદ છે. ખાસકરીને સોના કરતા ચાંદીમાં સવાયા રિટર્નની આશા છે. સોના-ચાંદીની તેજીના મુખ્ય કારણોમાં મહામારી, ટ્રેડવોર, જિઓ પોલિટીકલ ઇશ્યુ, વૈશ્વિક સ્લોડાઉન ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા શુન્યદર યથાવત રહેવાના કારણે સલામત એવા સોના-ચાંદીમાં તેજી તરફી ફંડામેન્ટલ બની રહ્યાં છે. સોનામાં રોકાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વર્ષ 2020માં 6 ઓગસ્ટના ઓલટાઇમ હાઇ 2067 ડોલર હતો જ્યારે માર્ચ 19ના 1474 ડોલર સુધી નીચામાં રહ્યાં બાદ અત્યારે 1875 ડોલર રહ્યો છે જે આગામી વર્ષ સુધીમાં 2250 ડોલર સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી 19 માર્ચની 12 ડોલરની બોટમ બનાવી પહેલી સપ્ટેમ્બરના ઓલટાઇમ હાઇ 28.88 ડોલર જઇ અત્યારે 24 ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે જે નવા વર્ષે 36 ડોલર સુધી જઇ શકે છે.
વિક્રમ સંવત 2077માં ચાંદી રૂ.87000 થઇ શકે સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી આગામી વર્ષ દરમિયાન નીચામાં 18 ડોલર અને ઉપરમાં 36 ડોલર થવા સાથે સ્થાનિક બજારમાં નીચામાં રૂા.46000 થઇ શકે જ્યારે ઉપરમાં રૂા.87000 પ્રતિ કિલોગ્રામ થઇ શકે તેવી સંભાવના છે. જ્યારે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં 1700 થી 2250 ડોલરની રેન્જ જોવા મળશે. સ્થાનિકમાં સોનું 46000 અને ઉપરમાં 62000 સુધી જઇ શકે.
વૈશ્વિક મહાસત્તાના પ્રેસીડેન્ટ તરીકે જાન્યુઆરીમાં બાઇડેન પદભાગ ગ્રહણ કરશે ત્યાર બાદ નવા વેરા તથા માર્કેટ અંતર્ગત કેવા નિર્ણયો કરે છે તેના પર બજારની મૂવમેન્ટનો આધાર રહેલો છે. વ્હાઇટ ગોલ્ડ તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી પ્લેટિનમ જ્વેલરીનો ક્રેઝ સતત વધી રહ્યો છે. સોનાની ઉંચી કિંમતોના કારણે હવે રોકાણકારો તથા ગ્રાહકો પ્લેટિનમ જ્વેલરીને પ્રાધાન્ય આપી રહ્યાં છે. પ્લેટિનમ જ્વેલરીની કિંમત પ્રમાણમાં સસ્તી બને અને ડિમાન્ડ વધી શકે. આગામી સમયમાં પ્લેટિનમમાં સોના-ચાંદી કરતા બમણું રિર્ટન છુટે તેવી શક્યતા છે. વ્હાઇટ ગોલ્ડ સાથે ડાયમંડ જ્વેલરીમાં પણ ગ્રાહકોની ડિમાન્ડ સતત વધી રહી છે.
ઉત્સાહ : ઇક્વિટી-ડેટની તુલનાએ બુલિયનમાં આકર્ષણ અકબંધ
ક્યાં-ક્યાં કારણોસર સારા રિટર્નની આશાઓ
1 કોરોના મહામારીના કારણે વૈશ્વિક બજારોમાં સલામત રોકાણમાં શ્રેષ્ઠ રિટર્ન મળશે
2 જિયો ક્રાઇસિસ, કટોકટી, ટ્રેડવોરના કારણે સલામત ગણાતા સોના-ચાંદીમાં રોકાણ ઉત્તમ
3 ફેડરલ રિઝર્વ લોંગટર્મ શુન્ય વ્યાજદર જાળવી રાખશે, સોના-ચાંદીમાં વધુ ચમક આવશે
4 ફિઝિકલની સાથે-સાથે ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણકારોનો ઉત્સાહ વધ્યો
5 ઇક્વિટી, મ્યુચ્યુઅલ જેવા સેગમેન્ટમાં રિસ્ક વધુ જ્યારે સોનામાં સલામતીથી રોકાણ આવશે
6 સેન્ટ્રલ બેન્ક, હેજફેડ્સ તથા SPDRગોલ્ડ ઇટીએફ હોલ્ડિંગથી બૂલિયનમાં તેજીનો ટ્રેન્ડ
અસ્થિર આર્થિક સ્થિતિ વચ્ચે રોકાણ વિકલ્પ સોનું
આઈએમએફે વૈશ્વિક વૃદ્ધિદર વર્ષ 2020માં 3.6 ટકા રહેવાની આગાહી કરી હતી પરંતુ કોરોના મહામારીના કારણે વિશ્વના તમામ દેશોમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અગાઉના અંદાજોને ફરીથી સુધારવામાં આવ્યા હતા અને આ અંદાજો હવે 2021 માટે નેગેટિવમાંથી પોઝિટીવ 2.5-3.6 ટકા પહોંચી શકે છે. અસ્થિર આર્થિક સ્થિતિને પગલે શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ તરીકે પીળી ધાતુ સૌને આકર્ષી રહી છે.
(લેખક :અજય કેડિયા, ડિરેક્ટર-કેડિયા કોમોડિટીઝ)
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.