દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ છેલ્લા 3 વર્ષથી અનેક પડકારો વચ્ચે મંદીનો સામનો કરી રહ્યો છે. મંદીનો દોર હવે પૂર્ણ થવાની સંભાવના છે. કાચા માલના ભાવોમાં પણ ઘટાડો થતાં આ વર્ષે દેશની ઓટો ઈન્ડસ્ટ્રીના અચ્છે દિન પરત ફરી રહ્યાં છે. મેટલ્સના ભાવોમાં 30 ટકા સુધી ઘટાડો થતાં કંપનીઓના માર્જિન સુધરશે, જેનો સીધો લાભ ખરીદદારોને ડિસ્કાઉન્ટ કે અન્ય ઓફર્સ સ્વરૂપે મળવાનો આશાવાદ છે.
છેલ્લા લગભગ ત્રણ વર્ષથી દેશનો ઓટો ઉદ્યોગ કાચા માલના ભાવમાં વધારો, સપ્લાય ચેઇનની સમસ્યાઓ, સેમિકન્ડક્ટર ચિપ્સ અને અન્ય ઘટકોની અછત, મોંઘા ઇંધણ, લોકડાઉનને કારણે વેચાણમાં ઘટાડા સિવાય ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. જો કે, ગત મહિને સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, પેલેડિયમના ભાવમાં 10-20%નો ઘટાડો થયો હતો.
આ ધાતુઓ કારના ઉત્પાદન ખર્ચમાં 80 ટકા હિસ્સો ધરાવે છે. મેટલના ભાવમાં ઘટાડા સાથે, ઓટોમેકર્સને ગ્રોસ માર્જિનમાં વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર્સની સમસ્યામાં પણ ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બીજી બાજુ, છેલ્લા કેટલાક મહિનામાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે, દેશમાં કારની વેઇટિંગ લિસ્ટ હાલમાં 7 લાખથી વધુ છે, જેમાંથી અડધી મારુતિ સુઝુકીની છે. વાહનોના કેટલાક મોડલ માટે બે વર્ષથી વધુ સમયનું વેઈટિંગ છે.
આવી સ્થિતિમાં કાર કંપનીઓ સામે માંગની કોઈ સમસ્યા નથી. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, કિંમતોમાં ઘટાડો થવાને કારણે ખરીદદારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. ઓટો ઉદ્યોગના નિષ્ણાતો આને ઓટો ઉદ્યોગ માટે સારા દિવસોની શરૂઆતનો સંકેત માની રહ્યા છે.
ઓટોમોબાઈલ નિષ્ણાત સંજીવ ગર્ગ કહે છે કે, વધતી માંગ ઉપરાંત કાચા માલના નીચા ભાવ અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ‘અચ્છે દિન’ની આશા વધી છે. પુરવઠાની અછત અને ચિપ કટોકટી પણ ધીમે ધીમે સુધરી રહી છે. જો કે વાહનોની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના નથી, ડિસ્કાઉન્ટ દ્વારા ગ્રાહકોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરશે.
ગ્રાહકોને લાભ મળવો જોઈએ
કાર માટે વેઈટિંગ પિરિયડ બે મહિનાથી વધીને 22 મહિના થઈ ગયો છે. કારના વેચાણની દૃષ્ટિએ આ નાણાકીય વર્ષ ઐતિહાસિક બની શકે છે. જો સપ્લાય ચેઇન સમસ્યા નથી, તો કારના રિટેલ વેચાણોમાં 20% વૃદ્ધિ જોવા મળી શકે છે. આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ, ખાસ કરીને એન્ટ્રી લેવલ કાર સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળશે. > વિંકેશ ગુલાટી, પ્રેસિડન્ટ, ફાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.