તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓટો ઉદ્યોગમાં બ્રેક:ઓટો સેલ્સ મેમાં 55 ટકા ઘટ્યા, ટુ વ્હિલર્સના વેચાણમાં 53% ઘટાડો

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્શિયલ વાહનોના વેચાણો મે માસમાં 53 ટકા ઘટ્યા

કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યવાર પ્રતિબંધોના પગલે એપ્રિલની તુલનાએ મેમાં ઓટોમોબાઈલના વેચાણો 55 ટકા ઘટ્યા છે. ઓટોમોબાઈલ ડિલર્સ સંગઠન ફાડાના રિપોર્ટ અનુસાર, ગત મહિને વિભિન્ન રાજ્યોના શોરૂમ્સ બંધ રહેતાં તમામ સેગમેન્ટમાં વેચાણો ઘટ્યા છે. મેમાં કુલ 5,35,855 વાહનોના રજિસ્ટ્રેશન નોંધાયા છે. જે એપ્રિલમાં 11,85,374 હતા. દેશમાં સ્થિત 1497માંથી 1294 આરટીઓ પાસેથી મેળવવામાં આવેલા આંકડાઓ અનુસાર, પેસેન્જર વાહનોના વેચાણો મેમાં 59 ટકા ઘટ્યા છે. ટુ વ્હિલર્સના વેચાણો 53 ટકા ઘટી 4,10,757 યુનિટ નોંધાયા છે. જ્યારે એપ્રિલમાં 865134 ટુ વ્હિલર્સ વેચાયા હતા. કોમર્શિયલ વાહનોના વેચાણો 66 ટકા ઘટ્યા છે. એપ્રિલમાં 51,436 યુનિટ સામે મેમાં 17534 કોમર્શિયલ વાહનોનુ વેચાણ થયુ હતું.

થ્રી વ્હિલર્સનાં વેચાણો 76 ટકા ઘટ્યાં​​​​​​​
આશિંક લોકડાઉનના લીધે થ્રી વ્હિલર્સના વેચાણો મેમાં76 ટકા ઘટી 5215 યુનિટ નોંધાયા છે. જ્યારે એપ્રિલમાં 21,636 યુનિટ હતા. જોકે, 16616 ટ્રેક્ટર્સના વેચાણો થયા હતા. જે એપ્રિલમાં 38285 ટ્રેક્ટર્સ સામે 57 ટકાનો ઘટાડો દર્શાવે છે. ફાડાના પ્રેસિડન્ટ વિંકેશ ગુલાટીએ જણાવ્યુ હતુ કે, કોવિડની બીજી લહેરના લીધે શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ માઠી અસર જોવા મળી છે.

ડીલર્સને નાણાકીય સહાય આપવા અપીલ
મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જારી રહેતાં માગ ઘટી હતી. ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ તાતા મોટર્સ, રેનો, ભારત બેન્ઝ અને એચએમએસઆઈએ તેના ચેનલ પાર્ટનર્સને નાણાકીય મદદ કરવાની જાહેરાતો કરી હતી. જેનાથી ડીલર્સને ટેકો મળ્યો છે. ફાડાએ અન્ય ઓઈએમને પણ નાણાકીય રાહતો આપવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...