• Gujarati News
  • Business
  • Auto Sales Fall 18 Per Cent During Festive Season Due To Supply Shortage In Auto Industries: FADA

ઓટો ઇન્ડસ્ટ્રીઝ:ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં પૂરવઠા શોર્ટેજથી તહેવારોની સિઝનમાં ઓટો સેલ્સ 18 ટકા ઘટ્યાં: ફાડા

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 42 દિવસના તહેવારોમાં સેમીકંડક્ટર ચીપની અછત રોડા સમાન બની

આ વર્ષે 42 દિવસની તહેવારોની સિઝનમાં સેમી કંડક્ટર ચીપની અછત ઓટોમોબાઈલ્સના વેચાણો માટે રોડા સમાન બની હતી. સેમી કંડક્ટર ચીપની અછતના લીધે ઉત્પાદનો પર અસર થતાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણો 18 ટકા ઘટ્યાં છે. થ્રી વ્હિલર્સ અને કોમર્શિયલ વાહનો સિવાયના પેસેન્જર વાહનો, ટુ વ્હિલર્સ, ટ્રેક્ટર્સ સહિત તમામ સેગમેન્ટમાં વેચાણો ઘટ્યાં હતાં.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, તહેવારોની સિઝનમાં કુલ 2090893 વાહનો વેચાયા હતાં. જે ગતવર્ષે સમાનગાળામાં 2556335 વાહનો સામે 18 ટકા ઘટાડો દર્શાવે છે.

પેસેન્જર વાહનોના વેચાણો 26 ટકા ઘટી 3,24,542 યુનિટ (439564 યુનિટ) નોંધાયા હતાં. જ્યારે ટુ વ્હિલર્સના રજિસ્ટ્રેશન 18 ટકા ઘટ્યાં હતાં. ગત વર્ષ 2020માં 1938066 ટુ વ્હિલર્સ સામે આ વર્ષે 1579642 ટુ વ્હિલર્સ વેચાયા હતાં. ટ્રેક્ટરના વેચાણો 23 ટકા ઘટી 56841 યુનિટ (73925 યુનિટ) રહ્યાં હતાં.

ગ્રાહકોનો અમુક ચોક્કસ વર્ગ હેલ્થકેરની જરૂરિયાતો તેમજ અન્ય ખર્ચને પ્રાધાન્ય આપતાં હોવાથી એન્ટ્રી લેવલની કારની માગ ઘટી છે. ભાવમાં વૃદ્ધિ, ઈંધણના ભાવોમાં ત્રણ ગણો વધારો, તેમજ હેલ્થકેરમાં બચત વૃત્તિના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ટુ વ્હિલર્સના વેચાણો ઘટ્યાં છે. સીવી સ્પેસ એમએન્ડએચસીવી સેગમેન્ટમાં રિકવરી જોવા મળી છે.

થ્રી વ્હિલર્સનાં વેચાણો 53 ટકા વધ્યાં
ઓટો સેલ્સમાં થ્રી વ્હિલર્સ અને કોમર્શિયલ વાહનોમાં નોંધનીય વૃદ્ધિ જોવા મળી હતી. તહેવારોની સિઝનમાં ગતવર્ષે 34419 થ્રી વ્હિલર્સની તુલનાએ આ વર્ષે 52802 થ્રી વ્હિલર્સ વેચાયાં હતાં. જે 53 ટકા વધ્યાં છે. જ્યારે કોમર્શિયલ વાહનોના વેચાણો 10 ટકા વધી 77066 યુનિટ રહ્યાં હતાં. ગતવર્ષે 70361 કોમર્શિયલ વાહનો વેચાયા હતાં.

છેલ્લા એક દાયકાની સૌથી ખરાબ સિઝન
ઓટોમોબાઈલ્સ માટે આ વર્ષે છેલ્લા એક દાયકાની સૌથી ખરાબ ફેસ્ટિવ સિઝન રહી છે. સેમી કંડક્ટરની અછતના કારણે મજબૂત માગ હોવા છતાં ઓટો સેક્ટરમાં ક્રાઈસિસ જોવા મળી છે. એસયુવી, કોમ્પેક્ટ એસયુવી, અને લકઝરી કેટેગરીઝની ગાડીઓની માગ સામે સ્ટોક ઘટ્યો છે. > વિંકેશ ગુલાટી, પ્રેસિડન્ટ, ફાડા

​​​​​​​ઓક્ટોબરમાં રિટેલ વેચાણો 5 ટકા ઘટ્યાં
ઓક્ટોબરમાં રિટેલ વેચાણો 5 ટકા ઘટી 1364526 યુનિટ નોંધાયા છે. ટુ વ્હિલરના વેચાણો 6 ટકા (996024 યુનિટ) અને થ્રી વ્હિલર્સના વેચાણો 21 ટકા ઘટ્યાં છે. ઈન્ટરનલ કમ્બશન એન્જિનને ઈલેક્ટ્રિકમાં તબદીલ કરવાની ગતિવિધિઓ વધી છે. ઓટો સેગમેન્ટમાં ઈલેક્ટ્રિક વ્હિકલનો હિસ્સો 45 ટકા થયો છે.

અન્ય સમાચારો પણ છે...