કોવિડની બીજી લહેર બાદ આંશિક પ્રતિબંધો દૂર થતાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણો જુલાઈમાં 34 ટકા વધ્યા છે. પેસેન્જર વાહનો, ટુવ્હિલર્સ, કોમર્શિયલ વાહનો સહિત તમામ વ્હિકલ સેગમેન્ટમાં કુલ વેચાણો 34 ટકા વધી 15,56,777 યુનિટ નોંધાયા છે.
ગતવર્ષે કુલ 11,60,721 વાહનો વેચાયા હતાં. ફાડાના પ્રેસિડન્ટ વિંકેશ ગુલાટીએ જણાવ્યુ હતું કે, દેશભરમાંથી સ્થાનિક નિયંત્રણો દૂર થતાં જુલાઈમાં માગ વધી નવી ટોચે પહોંચી હતી. બીજી બાજુ લો બેઝની અસર હજી જારી છે.
પેસેન્જર વાહનોના વેચાણો જુલાઈમાં 63 ટકા વધી 2,61,744 યુનિટ નોંધાયા છે. ગત વર્ષે 1,60,681 પેસેન્જર વાહનો વેચાયા હતાં. નવા મોડલ અને કોમ્પેક્ટ એસયુવી મોડલ્સની માગમાં વૃદ્ધિ જોવા મળી છે. જો કે, છેલ્લા થોડા મહિનાથી સપ્લાય ચેઈન ખોરવાઈ છે. જેના લીધે ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સને મુશ્કેલીઓ નડી રહી છે. ગત મહિને કુલ 11,32,611 ટુ વ્હિલર્સ વેચાયા છે.
કોમર્શિયલ વાહનોનાં વેચાણો બમણાં થયાં
કોમર્શિયલ વાહનોના રિટેલ વેચાણો બમણાં થઈ 52,130 યુનિટ નોંધાયા છે. જુલાઈ,2020માં 19602 કોમર્શિયલ વાહનો વેચાયા હતાં. સરકારે મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી અને ફંડની ફાળવણી કરતાં મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહનોની માગ ખાસ કરીને વધી છે.
બિઝનેસ આઉટલુક પોઝિટિવ રહેવાં સાથે માગ વધશે
કોવિડ બાદ સ્થિતિ સામાન્ય થતાં તમામ કેટેગરીમાં વાહનોની માગ અને ઈન્ક્વાયરી લેવલ વધ્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેવાના આઈએમડીના અંદાજ સાથે માગ વધશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટર્સના વેચાણો વધશે. > વિંકેશ ગુલાટી, પ્રેસિડન્ટ, ફાડા
ઓટો ઈન્ડસ્ટ્રીને નડતાં પડકારો
{35 ટકા ડિલર્સ ચાર માસનાં વેઈટિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.