ભાસ્કર ઇન્ટરવ્યૂ:ઓટો ઈન્ડસ્ટ્રીની મોંઘવારીનો સામનો સ્માર્ટ ખરીદીથી કરી શકાય: શુક્લા

મુંબઈ2 મહિનો પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક
સુધીર શુક્લા, સીએમઓ, કાર્સ24 - Divya Bhaskar
સુધીર શુક્લા, સીએમઓ, કાર્સ24

નવી કારના ભાવમાં વધારો તેમજ જૂની કારના માર્કેટમાં નવી કાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થતાં ભારતમાં પ્રિ-ઓન કાર માર્કેટ (સેકન્ડ હેન્ડ કાર માર્કેટ) નવી કારના માર્કેટ કરતાં 1.3 ગણું વધ્યું છે. 2023 સુધી આ માર્કેટ 25 અબજ ડોલર (રૂ. 1.93 લાખ કરોડ)નું થવાનો આશાવાદ છે.

કાર્સ24ના ચીફ માર્કેટિંગ ઓફિસર સુધીર શુક્લાએ દૈનિક ભાસ્કર સાથેના એક ઈન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યુ હતુ. શુક્લાએ જણાવ્યા પ્રમાણે, સેકેન્ડ હેન્ડ કાર માર્કેટમાં નવા કાર માર્કેટની જેમ ફાઈનાન્સથી માંડી એન્જિનની 12 માસની ગેરેંટી, ખરીદીના 7 દિવસના અંદર રિટર્ન પોલિસી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થતાં માર્કેટ વધ્યુ છે. કાર્સ24એ સાત મેટ્રો શહેરોમાં મેગા રિફર્બિશમેન્ટ લેબની સ્થાપના કરી છે. જે જુની કારને રિફર્બિશ કરે છે. અહીં કારની 140 પ્રકારે ક્વોલિટી ચેક થાય છે.

એમઆરએલમાં 1500 નવી બ્લૂ કોલર જોબની તકો તૈયાર છે. જો કે, જૂની કાર ખરીદવાનો ટ્રેન્ડ વિશ્વના અન્ય દેશોમાં અગાઉથી જ ઉપલબ્ધ છે. કાર્સ24એ તેનો લાભ લેવા પોતાના આઉટ્લેટ્સ દુબઈ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ જેવા દેશોમાં પણ શરૂ કર્યા છે. તદુપરાંત ભારતના 100થી વધુ શહેરોમાં આઉટલેટ્સ ધરાવે છે. આગામી મહિનામાં અમુક દક્ષિણ-એશિયાના દેશોમાં પણ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના છે. મોંઘવારી હંમેશાથી ગ્રાહકોની ખરીદ શક્તિ પર અંકુશ મુકે છે. જેના લીધે જૂની કારના સેગમેન્ટમાં તેજી જોવા મળી છે. જે લોકોની સૌથી મોટી સમસ્યાનું સમાધાન કરવા સાથે તેમના બજેટમાં વધુ મૂલ્ય ધરાવતી અને લક્ઝ્યુરિયસ- સ્પોર્ટ્સ કાર ખરીદવાની તક આપે છે.

અન્ય સમાચારો પણ છે...