તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Auto Industries In Trouble Due To Lack Of Semiconductors During Festivals, Will Affect Sales

વેચાણમાં ઘટાડો:તહેવારો સમયે સેમીકન્ડક્ટરની અછતથી ઓટો ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં, વેચાણ પર અસર પડશે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પેચીદો પ્રશ્ન, ડિમાન્ડ સામે ઉત્પાદન કામગીરી નબળી પડી
  • ઓટોમોબાઈલના જથ્થાબંધ વેચાણ પર અસર, ડિસ્પેચ 11 ટકા સુધી ઘટે તેવો ઇન્ડસ્ટ્રીઝનો મત

ભારતમાં ઓટોમોબાઈલ હોલસેલ વેચાણમાં ઘટાડો થયો છે જેની પાછળનું મુખ્ય કારણ સેમિકન્ડક્ટરની અછત સમગ્ર ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયાને અસર કરી છે. ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઘટાડો થયો હોવાનું સિયામના અહેવાલમાં દર્શાવાયું છે. ઓગસ્ટ 2020 માં 17,90,115 એકમોની સરખામણીમાં ગયા મહિને કોર્મશિયલ વાહનોને બાદ કરતા કુલ જથ્થાબંધ વેચાણ ઘટીને 15,86,873 યુનિટ રહી ગયા છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના તાજેતરના અહેવાલ અનુસાર, ઓઇએમથી ડીલરોને દ્વિચક્રી વાહનો મોકલવામાં ગયા મહિને ઘટાડો થયો છે જ્યારે પેસેન્જર વ્હીકલ અને થ્રી-વ્હીલર હોલસેલમાં ઓગસ્ટ 2020માં વધારો થયો છે.

ઓઇએમથી ડીલરશીપ સુધી દ્વિચક્રી વાહનોનું ડિસ્પેચ ઓગસ્ટમાં 15 ટકા ઘટીને 13,31,436 યુનિટ થયું છે, જે અગાઉના સમયગાળામાં 15,59,665 યુનિટ હતું. ગયા મહિને મોટરસાઇકલનું વેચાણ 8,25,849 યુનિટ હતું જે ઓગસ્ટ 2020માં 10,32,476 યુનિટ હતું, જે 20 ટકા ઘટી ગયું છે. આ ઉપરાંત સ્કૂટરની ડિસ્પેચ 1 ટકા ઘટી ગયા મહિને 4,51,967 યુનિટ રહ્યાં હતા જે એક વર્ષ અગાઉ 4,56,848 યુનિટ હતા.

ઓઇએમથી ડીલરશીપ સુધી કાર, યુટિલિટી વ્હીકલ્સ અને વાન મોકલવા સહિત કુલ પેસેન્જર વાહનોનું વેચાણ ઓગસ્ટમાં 7 ટકા વધીને 2,32,224 યુનિટ થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 2,15,916 યુનિટ હતું. થ્રી-વ્હીલર હોલસેલ ગયા મહિને 60 ટકા વધીને 23,210 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉ 14,534 યુનિટ હતું. ઓગસ્ટના વેચાણ અંગે ટિપ્પણી કરતાં સિયામના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને કહ્યું કે ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ સપ્લાય ચેઇન પડકારોના કારણે દબાણમાં છે.

જો કે, ઓટો ઉદ્યોગ એકંદર સેમિકન્ડક્ટર માંગમાં આશરે 10 ટકા હિસ્સો ધરાવે છે, બાકીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ગેજેટ ઉદ્યોગમાંથી આવે છે, જેમ કે મોબાઇલ ફોન અને લેપટોપ, અન્યમાં. ચીપની અછત ઉપરાંત ઉંચી ચીજવસ્તુઓના ભાવ પડકારરૂપ રહ્યા હતા, કારણ કે તે ઓટો ઉદ્યોગના ખર્ચ માળખાને અસર કરી રહ્યાં છે.

તેમણે ઉમેર્યું હતું કે, “આ પ્રકારની મજબૂત ગતિવિધિઓ સામે, SIAM સભ્યો ગ્રાહકોની માગ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એપ્રિલથી ઓગસ્ટ 2021 સુધીના વેચાણને જોતા, પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ હજુ પણ 2016-17ના સ્તરથી નીચે છે, ટુ-વ્હીલર સેગમેન્ટ 2011-12 ના સ્તર કરતા નીચું છે, અને થ્રી-વ્હીલર સેગમેન્ટ ઘણાં પાછળ છે.

નવા ટેક્નોલોજીકલ વાહનોના ઉત્પાદનને વધુ અસર
“વૈશ્વિક સેમીકન્ડક્ટરની અછત ચાલુ છે અને હવે તેની સમગ્ર ઓટો ઉદ્યોગમાં ઉત્પાદન પર તીવ્ર અસર પડી રહી છે,” તાજેતરના સમયમાં ઓટો ઉદ્યોગમાં સેમીકન્ડક્ટર્સનો ઉપયોગ વૈશ્વિક સ્તરે વધ્યો છે, જેમાં એન્જિન કંટ્રોલ યુનિટ ઉપરાંત ટેકનોલોજીકલ પ્રગતિઓ અને નવા મોડેલો વધુને વધુ ઇલેક્ટ્રોનિક સુવિધાઓ જેમ કે બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ડ્રાઈવર-આસિસ્ટ, નેવિગેશન અને હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક સિસ્ટમ્સ સાથે આવી રહ્યા છે તેના પર પડી રહી છે.

તહેવારોના કારણે ડિલિવરી આપવામાં ઉદ્યોગને મુશ્કેલી
તહેવારોની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે મોટી માત્રામાં બુકિંગ ઓર્ડર આવવા લાગ્યા છે પરંતુ જે રીતે સેમીકન્ડક્ટર્સ તથા ચીપની અછત સર્જાઇ છે તેને ધ્યાનમાં લેતા કંપનીઓ સમયસર વાહનોની ડિલિવરી આપી શકે તેમ નથી. ગ્રાહકોને વેઇટીંગ પીરિયડ લંબાઇ જશે. અનેક કંપનીઓના ટોપના નવા મોડલમાં અત્યારથી પખવાડિયાથી એક મહિના સુધીનો વેઇટીંગ પિરિયડ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...