ઈકરાનો અંદાજ:ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રની આવકમાં વૃદ્ધિનો અંદાજ ઘટાડી 17% : ઈકરા

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક બાજુ ઓમિક્રોનના વધતાં કેસો જ્યારે બીજી બાજુ સેમીકંડક્ટર્સની અછત અને ટુ વ્હિલર્સની સ્થિર માગ જેવા કારણોસર ઓટો કમ્પોનન્ટ્સ ઈન્ડસ્ટ્રી માટેનો ચાલુ નણાકીય વર્ષમાં આવક વૃદ્ધિ અંદાજ ઈકરાએ ઘટાડી 15-17 ટકા કર્યો છે. જો કે, સ્થાનિક બજારોમાં માગ 8-10 ટકા વધવાનો આશાવાદ છે. નિકાસો પણ વર્ષના અંતે 20 ટકા વધશે.

2021-22માં સેક્ટરનો રેવન્યુ ગ્રોથ અંદાજ 200બીપીએસ ઘટાડી 15-17 ટકા કર્યો હોવાનું જણાવતાં ઈકરાના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ અને સેક્ટર હેડ વિનુતા એસએ આ અંગે માહિતી આપી હતી. લાંબા સમય સુધી લૉકડાઉન અથવા ઓમિક્રોન લહેરના કારણે માંગમાં નોંધપાત્ર ઘટાડાના કિસ્સામાં ઇકરાએ પૂર્વ અંદાજોમાં ઘટાડો કર્યો છે. ગત નાણાકીય વર્ષમાં લો બેઝ પર સ્થાનિક ઓઈએમના પેટા-સેગમેન્ટ્સમાં મજબૂત વૃદ્ધિ થવાની શક્યતા છે. કોમોડિટીના ભાવમાં ફેરફારને લીધે આવકમાં 4-5 ટકાનો વધારો થશે. જો કે,2W અને બસો જેવા અમુક સેગમેન્ટને ઓમિક્રોન લહેરની અસર થશે.

અફોર્ડેબિલિટી અને નીચા સેન્ટિમેન્ટથી ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં વિલંબિત રિકવરીની અપેક્ષા છે. સતત ત્રીજા વર્ષે બસોની માંગ પર અસર થવાની ભીતિ છે. સપ્લાય-ચેઇનના મુદ્દાઓ પણ અવરોધરૂપ બની શકે છે. કોવિડ 2.0 સંબંધિત લોકડાઉન પ્રતિબંધોને હળવા બનતા અને વ્યક્તિગત ગતિશીલતામાં સુધારો, મજબૂત જકાત નૂર અને ગયા વર્ષે ખરીદીને લીધે માગમાં વૃદ્ધિને પગલે નાણાકીય વર્ષ 2021-22ના બીજા અને ત્રીજા ત્રિમાસિકમાં ઓટો કમ્પોનન્ટ્સના વેચાણો વધ્યાં હતાં. ફ્રેઈટમાં વધારો અને નવા વાહનની ખરીદીને સ્થગિત રાખવાની ગતિવિધિઓથી ચોથા ત્રિમાસિકમાં રિપ્લેસમેન્ટ ડિમાન્ડ વધશે.

પાંચ વર્ષમાં 8-10%ના દરે ઈન્ડસ્ટ્રી ગ્રોથ કરશે
ઈન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષમાં વાર્ષિક 8-10 ટકાના દરે ગ્રોથ હાંસિલ કરશે. ખર્ચના દબાણને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ઓપરેટિંગ માર્જિન પર અસર થવાની સંભાવના છે. જો કે, આગામી નાણાકીય વર્ષમાં માર્જિનમાં સુધારો ઓપરેટિંગ લીવરેજ બેનિફિટ્સ અને વાહનોના પ્રીમિયમમાં વધારો થવાનો ફાયદો થશે. સપ્લાય ચેઈન અને કોમોડિટીના ભાવો હળવા થવાનો સંકેત છે.

અન્ય સમાચારો પણ છે...